GSTV

નોકરી શોધતા ઉમેદવારો સુવર્ણ તક/ એક બિસ્કીટ ચાખવાના મળશે 40 લાખ રૂપિયા પગાર, આ સુવિધાઓ પણ ખરી !

વિચારો કે તમારા હાથમાં કોઈ એવી નોકરી લાગી જાય કે જેમાં ફક્ત બિસ્કીટ ચાખવાના બદલામાં 40 હજાર પાઉન્ડ ( લગભગ 40 લાખ રૂપિયા ) વાર્ષિક પેકેજ મળે તો આપની જીંદગી કેટલી મજેદાર અને શાનદાર બની જાય. સ્કોટલેન્ડની એક કંપનીએ બોર્ડર બિસ્કીટ આવી નોકરી માટે અરજીઓ મગાવી છે. હકીકતમાં બિસ્કિટ બનાવતી આ કંપનીને માસ્ટર બિસ્કિટરની જરૂર છે.

ઈચ્છુક ઉમેદવાર પાસે સ્વાદ અને બિસ્કિટ ઉત્પાદનનું ઉંડુ જ્ઞાન હોવુ જરૂરી છે. સાથે નેતૃત્વ કૌશલ અને સંવાદની સારી એવી કળા પણ હોવી જોઈએ. ગ્રાહકો સાથે સારો સંબંધ જાળવી શકે અને ગ્રાહકોની સમસ્યાને હલ કરવાની આવડત તેનામાં હોવી જોઈએ. જો તમે આવુ કરી શકતા હોવ તો તમારી માટે આ ઉત્તમ તક છે.

અહીં સૌથી અગત્યની વાત તો એ છે કે, આ નોકરી કાયમી છે એટલે કે ફૂલટાઈમ જોબ છે. જેમાં વર્ષ દરમિયાન તમને 35 દિવસની રજા પણ આપવામાં આવશે. આ ઉપરાંત જેટલા પણ બિસ્કીટ ખાવા હોય તેટલા બિસ્કિટ ફ્રીમાં મળશે.

READ ALSO

Related posts

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!