GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મહા વાવાઝોડાની અસરને પગલે બટાકાનગરીના ખેડૂતોને લાખોનું નુકશાન

બનાસકાંઠામાં મહા વાવાઝોડાની અસરને લઈને ગત રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠા અને ખાસ કરીને ડીસા એ બટાટા નગરી તરીકે ઓળખાય છે. ત્યારે દિવાળી બાદ અને હાલ પુરજોશમાં બટાકા વાવેતરની સિઝન ચાલી રહી છે. ત્યારે એકાએક પડેલા કમોસમી વરસાદના કારણે બટાકાના વાવેતર મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે.

મોંઘા ભાવના બિયારણો અને ખાતર દ્વારા બટાટાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ અચાનક આવેલા વરસાદના કારણે બટાટાના વાવેતરમાં પાણી ભરાઈ જવાના કારણે બટાટાનું વાવેતર નાશ પામ્યું છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.. બનાસકાંઠામાં કુલ સવા લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થાય છે તેમાંથી 50 ટકા જેટલું વાવેતર થઈ ચૂક્યું હતું અને અચાનક પડેલા વરસાદના કારણે આ વાવેતરમાં ભારે નુકસાન થયું છે.

૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા ભાવનુ બિયારણ લાવીને ખેડૂતે પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું અને મોંઘા ભાવના ખાતર અને દવાઓ નાખીને ખેતરમાં સારી ઉપજ મેળવવાની આશાએ વાવેતર કરવામાં આવ્યું હતું પણ એકાએક પડેલા કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા ખેડૂતોને બટાટા બાજરી સહિત અન્ય તૈયાર પાકોમાં કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે..જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને સહાય ચુકવવામાં આવે. જેથી જગતના તાતને થોડી રાહત મળી રહે.

READ ALSO

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

બે ધારાસભ્યના રાજીનામા બાદ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ, આણંદના ધારાસભ્યએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!