GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

કોરોનાનાં કહેર બાદ ચીન પર આવી નવી આફત, સિચુઆન પ્રાંતનાં જંગલમાં ફાટી નીકળી આગ

એક ચીની જંગલમાં લાગેલી વિનાશક આગમાં ૧૮ ફાયર ફાઈટર સહિત ૧૯ જણનાં મોત થયા છે. નૈઋત્ય ચીનના સિચુઆના પ્રાંતમાં આવેલા જંગલમાં ગઈ બપોરે ૩.૫૧ના સુમારે આગ લાગી હતી. ભારે પવનના લીધે એ ઝડપભેર નજીકના પર્વતીય વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરીમાં વ્યસ્ત અગ્નિશમન દળન૨ા ૧૮ લાશ્કરો પવનની દિશા એકાએક બદલાતા પોતે જ આગમાં સપડાઈ જઈ ભડથુ થઈ ગયા હતા. તદુપરાંત આ લાશ્કરોના માર્ગદર્શક બની રહેલા એક ખેતમજૂરનું પણ આગની જવાળાઓમાં મોત થયું હતુ.

આગ બુઝાવવા માટે ૩૦૦ વ્યાવસાયિક લાશ્કરો અને ૭૦૦ સૈનિકો મદદે ધસી ગયા હતા. આગના કારણની તપાસ થઈ રહી છે. દરમિયાન,  આગના એક અન્ય બનાવમાં ચીનના યુનાન પ્રાંતમાં લાગેલી આગને બુઝાવી દેવાઈ છે. એમ સત્તાવાળાઓને એક અલગ રિપોર્ટ દ્વારા કહેતા ટાંકવામાં આવ્યા છે. ગઈ મોડી રાત્રે ૧૧.૩૦ના સુમારે આગની લપકારા મારતી જવાળાઓને બુઝાવી દેવાઈ હતી, એમ નાન્જિઆનના સ્થાનિક સત્તા તંત્રે જણાવ્યું.

નાન્જિઆન, દાલિ બાઈ નામના સ્વાયત્ત જિલ્લામાં આવેલું છે. ગઈ બપોર પછી લાગેલી આ આગ ૯૦ હેકટર જમીનમાં ફેલાઈ ગઈ હતી. ૧૮૦૦ થી વધુ લોકોને આગ બુઝાવવાની કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. અગ્નિશમન દળની કામગીરીમાં ૧૨ ફાયર એન્જિન અને ત્રણ હેલિકોપ્ટરો પણ જોડાયા હતા. આગમાં કોઈનું મોત થયુ નથી. આગના કારણ વિષે તપાસ થઈ રહી છે. ચીનના સિચુઆન પ્રાંતમાં જ અંતરિયાળ આવેલા પર્વતોમાં લગભગ ગયા વર્ષે લાગેલી પ્રચંડ આગમાં ૨૭ ફાયર ફાઈરસહિત ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

READ ALSO

Related posts

ગુજરાતમાં ફૂટ્યો કોરોના બોમ્બ : લોકડાઉનમાં છૂટછાટ પડી રહી છે ભારે, રાજ્યમાં 415 કેસ કોરોના પોઝિટીવ

Ankita Trada

ચીનના રાષ્ટ્રપતિની પત્નીનું WHO સાથે નીકળ્યું કનેક્શન, શંકાના દાયરામાં આવી શકે કામગીરી

Harshad Patel

ગુજરાતમાં દરરોજ નોંધાય છે એટલા કેસ છતાં આ રાજ્યમાં 30મી જૂન સુધી રહેશે કોરોના કરફ્યુ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!