GSTV

રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બની વિકરાળ, ચાર જેટલા ફાયરમેન પણ દાઝ્યા

રાજકોટમાં આજી GIDCમાં કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. 10 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચી આગ ઓલવવા ભારે જહેમત કરી રહ્યા છે. દરમિયાન ફાયર વિભાગના ચીફ ઓફિસર દાઝ્યા છે. તો અન્ય 3થી 4 જવાનો દાઝ્યા હોવાના અને શ્વાસ રૂંધાયાના સમાચાર સામે આવી રહ્યા છે. આગ વિકરાળ બનતાં આસપાસના ફાયરબ્રિગેડને પણ સ્ટેન્ડ ટુ કરાયા છે. ઘટનાના બે કલાક બાદ પણ આગ ઓલવાઈ નથી.

40થી વધુ ફાયર ફાયટરના જવાનો આગ ઓલવવા કવાયત કરી રહ્યા છે. ફેક્ટરીના સમગ્ર પરિસરમાં આગ ફેલાઈ. બાજુમાં પડેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં પણ બ્લાસ્ટ થયો છે. ફાયર બ્રિગેડે આગ ઓલવવા પાણી સાથે ફોર્મનો પણ ઉપયોગ કર્યો હતો. અતિ જ્વલનશિલ નેપ્થાના જથ્થામાં આગ લાગી છે, જે ઓલવવા ભારે જહેમત ઉઠાવવી પડી છે. ભીષણ આગના કારણે આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો છે. નેપ્થાનો ધુમાડો અતિખતરનાક હોય છે. આ ધુમાડો શ્વાસમાં જાય તો આરોગ્ય પર માઠી અસર પડી શકે છે.

READ ALSO

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!