GSTV
Home » News » દિલ્હીના રોહિણીમાં લગભગ 150 ઝૂંપડીઓ બળીને ખાખ, પાંચસો લોકો બેઘર

દિલ્હીના રોહિણીમાં લગભગ 150 ઝૂંપડીઓ બળીને ખાખ, પાંચસો લોકો બેઘર

દિલ્હીના રોહિણી સેક્ટર-26ના દોલતપુરગામમાં લગભગ 150 ઝૂંપડીઓ બળીને ખાખ થઈ છે. ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી લગભગ પાંચસોલોકો બેઘર થઈ ચુક્યા છે. બેઘર થયેલા લોકોનું કહેવું છે કે ગત ત્રણ દિવસોમાંસેક્ટર-26ની કોલોની અને ઝૂંપડપટ્ટીના લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. જેનાકારણે છૂટીછવાઈ આગચંપી પણ થતી હતી. બેઘર થયેલા લોકોનો આરોપ છે કે કોલોનીના લોકોએ જઝૂંપડપટ્ટીમાં આગ લગાવી છે.

ફાયર સ્ટેશનના અધિકારીનું કહેવું છે કે તેમણે પણ અહીંગત ત્રણ દિવસથી છૂટીછવાઈ આગ લાગવાની ફરિયાદ કરતા કૉલ મળતા હતા. અહીં રાત્રે બારવાગ્યે ઝૂંપડપટ્ટીઓની આગની કૉલ દ્વારા જાણકારી મળી હતી. દિલ્હી ફાયર સર્વિસનીટીમના બાર વાહનોએ ચાર કલાકની મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે કોઈજાનહાનિ થઈ નથી. વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો આરોપ છે કે આના સંદર્ભે તેમણેપોલીસને ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસે કોઈપણ કાર્યવાહી કરી નથી. હાલ આગ લાગવાનાકારણોની પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે.

Related posts

ચૂંટણીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતા લાગુ

Mayur

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!