GSTV
Home » News » ગુજરાતમાં એક દિવસ પણ દેશના આ 2 શહેરોમાં 10 દિવસ ઉજવાય છે દશેરા

ગુજરાતમાં એક દિવસ પણ દેશના આ 2 શહેરોમાં 10 દિવસ ઉજવાય છે દશેરા

મૈસૂરનો દશેરા ઉત્સવ માત્ર ભારતમાં જ નહી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં ઉત્સવ એક નહી દસ દિવસ સુધી ચાલે છે. ચામુંડેશ્વરી દેવીએ મહિષાશુરના વધ કરવાની ઘટના સાથે સંકળાયેલો છે. આથી ચામુંડા પહાડ પર બિરાજમાન ચામુંડેશ્વરી દેવીની આરાધના સાથે શરુઆત થાય છે. પહાડને ૧.૬૩ લાખ વીજળીનો બલ્બ વડે શણગારવામાં આવે છે.

છેલ્લા દિવસે બલરામ હાથી પર ચામુડેશ્વરી માતાની જમ્બૂ સવારી નિકળે છે. અંબા વિલાસ મહેલથી 5 કિમી સુધીની લાંબી સવારી મૈસૂરવાસીઓ માટે ખાસ બની જાય છે. આ સવારીમાં 15 જેટલા હાથીઓ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. હાથી પર ચામુડેશ્વરી દેવીની મૂર્તિને એક સજાવેલા હાથી ઉપર સોનાના મંડપમાં રાખવામાં આવે છે. મૈસૂર પેલેસને હજારો રંગેબરંગી લાઇટની રોશનીથી શણગારવામાં આવે છે.

૬ સદી જૂના આ ધાર્મિક પર્વને વાડેયાર રાજવંશના શાસક કૃષ્ણરાજ વાડેયારે દશેરા નામ આપ્યું હતું. સમયની સાથે આ ઉત્સવનું મહત્વ એટલું વધી ગયું કે ૨૦૦૮માં કર્ણાટક સરકારે તેને રાજયોત્સવનો દરજજો આપ્યો હતો .મૈસુરનો દશેરા ઉત્સવ જેવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

આ ઉત્સવમાં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે છે. આ દશેરા ઉત્સવ 15 મી સદીમાં વિજયનગર સામ્રાજયના શાસકો દ્વારા આયોજીત કરવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાજમહેલ સામાન્ય લોકો માટે પણ ખોલી નાખવામાં આવે છે. હિમાચલપ્રદેશમાં કુલ્લુના દશેરા મૈસુરની જેમ જ અનોખી રીતે ઉજવાય છે. વિજયા દશમીને દશમીના ટુંકા નામથી સંબોધવામાં આવે છે.

કુલુના દશેરા એક નહી પરંતુ સાત દિવસ ઉજવાય છે. જે આસો સુદ દશમથી શરુ કરીને સળંગ સાત દિવસ ચાલે છે. દશમી ઉત્સવની કુલ આતૂરતાથી રાહ જોતા હોય છે અને દશમી ઉજવવાની તૈયારીઓનો 15 દિવસ અગાઉ પ્રારંભ થાય છે. સૌથી પહેલા રાજવી પરીવાર બધા દેવી દેવતાઓને રઘુનાથજીના સન્માનમાં ધાલપુર ઘાટી પાસે યજ્ઞનું આયોજન કરે છે. દસમીના તહેવારના પ્રથમ દિવસે 100થી વધુ દેવી દેવતાઓ પાલખીઓમાં બેસાડવામાં આવે છે. દશમીના સાત દિવસ રથયાત્રા પણ નિકળે છે. રથમાં રઘુનાથજી, માતા સીતા અને હેડંબાદેવીની મૂર્તિઓ રાખવામાં આવે છે.

દશમીના છઠા દિવસે તમામ દેવી દેવતાઓ એક સ્થળે એકત્ર થાય છે જેને મોહલ્લા કહેવામાં આવે છે જયારે સાતમા દિવસે વ્યાસ નદીના કાંઠે લંકા દહન થાય છે. જો કે અહીંયા રાવણ અને મેઘનાદ કે કુંભકર્ણ નહી પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારના નાશના પ્રતિક સ્વરુપે પાંચ પશુઓની બલી ચડાવવામાં આવે છે ત્યાર પછી રથને ફરીથી રધુનાથ મંદિરમાં પુન સ્થાપિત કરીને દશેરા ઉત્સવની પૂર્ણાહુતી કરવામાં આવે છે.

Read Also

Related posts

વાઘ બારસને ઓળખવામાં આવે છે ગોવત્સ દ્વાદશી તરીકે પણ, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે કરો આ વ્રત

NIsha Patel

રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી કરી ભલામણ, આ વ્યક્તિને બનાવો સુપ્રીમ કોર્ટનો નવો જજ

Mayur

મા લક્ષ્મીની કૃપા માટે નવા વર્ષે કરો આ ચમત્કારી ઉપાય, આખુ વર્ષ થતી રહેશે ધનવર્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!