વિસાવદરઃ પિયાવામાં સામૂહિક આપઘાતની ઘટનામાં સાવલિયા પરિવાર માટે વધુ એક દુઃખની ઘડી

જૂનાગઢના વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાત કરનારા સાવલિયા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સામૂહિક આપઘાતમાં પરીણિતાનું મોત થયું છે. તો 4 વર્ષના બાળકનું પણ મોત થઈ ચુક્યુ છે. તો સાથે જ હવે એક બાળકી સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પિયાવા ગામે રહેતા અરૂણા બહેન સાવલિયાએ બે સંતાનો રાશી અને લક્ષ્યને સાથે રાખીને ઝેર ગટગટાવ્યુ હતું. જાં સૌ પ્રથમ ચાર વર્ષના લક્ષ્યનું મોત નિપજ્યું હતું. અને બાદમાં પરિણીતા અરૂણાબહેનનું પણ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. સામૂહિક આપઘાત બાદ ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં અત્યાર સુધી બે વ્યક્તિના મોત થયા. જ્યારે પુત્રિ રાશિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter