નફટાઈની હદ… પુલવામાની જગ્યા પર આ શહેરને તબાહ કરવા માંગતો હતો આતંકી મસૂદ, ઓડિયો ક્લિપ આવી સામે

Masood_PAKISTAN

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા પહેલા આતંકવાદી દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. દિલ્હી પોલીસ અને સૈન્ય ઈન્ટેલિજન્સને મસૂદ અઝહરની એક ઓડિયો ક્લિપ હાથ લાગી છે. જેમા મસૂદ કાશ્મીરી યુવકોને ભડકાવવાનું કામ કરી રહ્યો છે. અને દિલ્હીમાં આતંકવાદી હુમલાને અંજામ આપાવા ઉશકેરી રહ્યો છે.

વીડિયોમાં તે કાશ્મીરી યુવકોને કાશ્મીરની આઝાદી માટે આગળ આવવા અને શહદી વહોરવા માટે આહવાન કરી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરન પુલવામમાં થયેસા આતંકવાદી હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ છે. ત્યારે આ હુમલામાં પાકિસ્તાન અને આઈએસઆઈનો હાથ હોવાનો દાવો ભારતીય સેનાએ પણ કર્યો છે.

પુલવામા હુમલા પહેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહર દિલ્હીમાં મોટી ઘટનાને અંજામ આપવા માંગતો હતો. મસૂદનો એક ઓડિયો દિલ્હી પોલીસ અને સૈન્ય ઈન્ટેલિજેન્સના હાથમાં આવ્યો છે. ઓડિયોની મદદથી તે કાશ્મીરી યુવાનોને ઝેર ભરેલી દલીલોથી ભારતમાં હુમલાને અંજામ આપવા માટે પ્રત્સાહન આપતો સંભળાઈ રહ્યો છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને સૈન્ય ઈન્ટેલિજેન્સે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીથી જૈશના આતંકવાદી અબ્દુલ લતીફ ગનીને ગિરફ્તાર કર્યો હતો. ગનીની પુછપરછના આધારે કાશ્મીરથી હિલાલ અહમદ ભટ્ટની ગિરફ્તારી થઈ હતી. ત્યાર બાદ દિલ્હીમાં જૈશની મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો ખુલાસો થયો હતો.

જૈશના બન્ને ગિરફ્તાર આતંકવાદીઓના મોબાઈલ મેપિંગમાં ગુપ્ત એજન્સિઓના હાથે મૌલાના મસૂદ અઝહરનો ઓડિયો અને એક વીડિયો આવ્યો હતો. જેના દ્વારા જાણવા મળી રહ્યું હતું કે સેનાના હાથે મારવામાં આવેલા આતંકી ઉસ્માન બાદ મસૂદ અઝહર ગુસ્સામાં છે. તે ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે. ઉસ્માન જૈશના મુખીયા મસૂદ અઝહરનો ભત્રીજો હતો.

ઓડિયોમાં કશ્મીરી યુવાનોને ઉકસાવવામાં આવી રહ્યા છે

મસૂદ ઓડિયોમાં કાશ્મીરી યુવાનોને કહે છે કે, કાશ્મીર યુવાનો શું ઉસ્માન દિકરીની શહાદત તમને બધાને ઉભા કરવા માટે પુરતી નથી? ભારતે તમને વિકલ્પ આપ્યો છે ગુલામી કબુલ કરો અથવા મઝલુમિયત સાથે મરો. તમે આ વિકલ્પ તેમના મોઢા પર મારીને ઈજ્જત અને શહાદતના રસ્તા પર ચાલો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter