GSTV
Home » News » મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાથી ભારતને શું ફરક પડશે?

મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાથી ભારતને શું ફરક પડશે?

આખરે પહેલી મે 2019ના દિવસે ભારતને આતંકવાદની સામે મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભારતના સૌથી મોટો ખતરો મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે. તેની પહેલા ભારત તરફથી મસૂદ અઝહરને ઘણીવાર આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના પ્રયાસો કરાયા છે. પરંતુ દરવખતે ચીન અવરોધ ઉભુ કરતુ હતુ. મસૂદ અઝહર એજ આતંકી છે, જેને છોડાવવા માટે આતંકવાદીઓએ પ્લેનને હાઈજેક કરી લીધુ હતુ. મજબૂરીમાં ભારત સરકારે આતંકીને છોડવો પડ્યો હતો. ત્યારબાદ અઝહર ભારતમાં ઘણા હુમલા કરાવી ચૂક્યો છે. સંસદ ભવન પર થયેલા હુમલાથી લઈને પઠાનકોટ અને પુલવામા હુમલામાં પણ તે સામેલ હતો. હવે જ્યારે સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે, ત્યારે મસૂદ અઝહર પર પુરી દુનિયાના દેશો એક્શન લઈ શકશે.

મસૂદ અઝહર સાથે હવે શું શું થઈ શકશે તે જાણાવીએ તો,

  • દુનિયાભરના દેશોમાં મસૂદ અઝહરની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકાશે
  • મસૂદ કોઈ પણ દેશમાં આર્થિક ગતિવિધિયા નહી ચલાવી શકે.
  • સંયુક્ત રાષ્ટ્રના દરેક સદસ્ય દેશ મસૂદના બેંક એકાઉન્ટ્સ અને પ્રોપર્ટી ફ્રીઝ કરી દેશે.
  • મસૂદથી સંબંધિત વ્યક્તિઓ તે તેની સંસ્થાઓને કોઈ મદદ નહી મળી શકે.
  • પાકિસ્તાનને પણ મસૂદ અઝહરની સામે આર્થિક પ્રતિબંધ લગાવવો પડશે
  • પ્રતિબંધ બાદ પાકિસ્તાને મસૂદ અઝહરના ટેરર કેમ્પ અને મદરેસાને પણ બંધ કરવા પડશે.

ભારતે વર્ષ 2009માં જ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપ્યો હતો. ત્યારે ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ 2016માં ભારતે ફરી એકવાર અમેરિકા, ફ્રાન્સ અને યુકે એટલેકે P-3 દેશો સાથે મળીને મસૂદ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં પી-3 દેશોએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં સમૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો ત્યારે પણ ચીને  રોક લગાવ્યો હતો. તો 27 ફેબ્રુઆરી 2019માં ફરી એકવાર ફ્રાંસ, અમેરિકા અને બ્રિટને તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. અને સમિતિના સદસ્યોએ આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. ત્યારે એની પહેલાં ચીને પ્રસ્તાવને હોલ્ડ પર રાખ્યો હતો. ચીને પ્રસ્તાવની સમીક્ષા કરવા વધુ ટાઈમ માંગ્યો હતો. જેથી તે સમયે મસૂદ અઝહર પર કોઈ નિર્ણય લેવાયો ન હતો. ત્યારે હવે  1 મે 2019એ ચીને પોતાનો હોલ્ટ હટાવી લીધો છે. જેથી સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો નિર્ણય કરી લીધો છે.

READ ALSO

Related posts

ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતાની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી બેઠક

Arohi

આશ્ચર્ય : ગુજરાતમાં જે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર ન થઈ તે ત્રણે એક સમયે કોંગ્રેસે જીતી હતી

Mayur

ગુજરાતની પેટા ચૂંટણી માટે જે ચાર બેઠકોની જાહેરાત થઈ તેમાંથી એક ભાજપ માટે કપરા ચઢાણ સમાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!