GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

મળી ગયો મસૂદનો અડ્ડો, નાપાક પાકની સેના પોતાની હોસ્પિટલમાં દર્દીનાં નામે કેદ રાખીને સુરક્ષા કરી રહી છે

china on masood

પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી રશીદના ઠાર પછી, ગુપ્તચર એજન્સીઓને આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદના ગેંગસ્ટર મસૂદ અઝહર વિશેની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર રાવલપિંડી શહેરમાં પાકિસ્તાની લશ્કરની હોસ્પિટલમાં પોતાનો અડ્ડો નાખીને બેઠો છે.

અઝહર પાકિસ્તાની સેનાના જવાનો દ્વારા રક્ષિત છે. પાકિસ્તાની સેનાની સુરક્ષામાં તે હોસ્પિટલમાં બેઠો બેઠો ભારત સામે આતંકવાદી કાવતરું કરે છે. સલામતી એજન્સીઓને ખબર પડી છે કે અઝહરને સારવારના નામે અત્યંત કડક સુરક્ષામાં એક હોસ્પિટલનાં રૂમમાં કેદ કરવામાં આવ્યો છે.

પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ને પાકિસ્તાન વિરુદ્દ ડોઝિયર આપવાની તૈયારી કરી રહ્યું છે. FATF આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી ફંડિગની મોનિટરિંગ કરે છે. ભારત ડોઝિયર સોંપીને પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાવવાની તૈયારીમાં છે. 

FATFમાં પાકિસ્તાનનો ચહેરો ઉઘાડો પાડી શકાય

પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ફિદાયિન હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ પાકા પુરાવા એકઠાં કરી રહી છે જેથી કરીને FATFમાં પાકિસ્તાનનો ચહેરો ઉઘાડો પાડી શકાય. જૈશ પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન છે જેનો આકા મોલાના મસૂદ અઝહર છે. હાલમાં જ બહાવલપુરમાં તેના આલિશાન બંગલા અને આતંકવાદી ઠેકાણાનો પતો લાગ્યો છે. 

પેરિસ સ્થિત આ સંગઠનની બેઠક 17થી 22 એપ્રિલ સુધી ચાલશે

એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર ડોઝિયરમાં જૈશ સાથે પાકિસ્તાનના સંબંધોને ઉઘાડા પાડવામાં આવશે અને એ જણાવવામાં આવશે કે કેવી રીતે આ આતંકી સંગઠનને પાકિસ્તાન મદદ પૂરી પાડે છે. આ ડોઝિયર પાકિસ્તાનને પણ સોંપવામાં આવશે. પેરિસ સ્થિત આ સંગઠનની બેઠક 17થી 22 એપ્રિલ સુધી ચાલશે જેમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!