GSTV
Gujarat Government Advertisement

FATFની બેઠક પહેલાં મસૂદ અઝહર લશ્કરની કેદમાંથી થઈ ગયો ગુમ, પાકે હાથ અદ્ધર કર્યા

Last Updated on February 17, 2020 by Mansi Patel

ટેરટ ફંન્ડિગ અને મની લોન્ડરીંગને લગતી પ્રવૃત્તિઓ પર ચાપતી નજર રાખતી ફાયનાન્સિયલ ટાક્સ ફોર્સ (FATF)ની બેઠક યોજાય તે અગાઉ પ્રતિબંધિત આતંદવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM)નો સરગના મસૂદ અઝહર પાકિસ્તાન લશ્કરની કેદમાંથી ગુમ થઈ ગયો છે. FATFની ગત રવિવારે પેરિસમાં બેઠક શરૂ થઈ છે.

IMF, સંયુક્ત રાષ્ટ્ર (UN),વિશ્વ બેન્ક અને અન્ય સંગઠનો સહિત 205 દેશના 800 પ્રતિનિધિ તેમા ભાગ લઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે ભારત આ બેઠકમાં પાકિસ્તાન પર મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવા દબાણ કરશે.પાકિસ્તાનના મુત્તાહિદા કોમી મૂવમેન્ટ (MQM)પાર્ટીના પ્રમુખ અલ્તાફ હુસૈને FATFની બેઠક અગાઉ સૂદ અઝહર ગુમ થવા અંગે ચિંતા દર્શાવી છે અને પાકિસ્તાન દ્વારા ભરવામાં આવી રહેલા પગલા અંગે શંકા દર્શાવી છે.

મસૂદ અઝહર અને તેનો પરિવાર શંકાસ્પદ રીતે પાકિસ્તાનની કસ્ટડીમાંથી ગુમ થઈ ગયો છે. જૈશ સરગના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. ગયા વર્ષે જૂનમાં રાવલપિંડીમાં થયેલા બોંબ વિસ્ફોટમાં મસૂદ ઈજાગ્રસ્ત થયો હતો. તે આર્મી હોસ્પિટલમાં કિડનીને લગતા ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની કોઈ જ માહિતી સામે આવી ન હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!