GSTV
News Trending World

ચિંતાનો વિષય / માનવજીવનને કોરોના વાયરસથી રક્ષણ આપતા માસ્ક બન્યા છે પર્યાવરણના દુશ્મન, કેવી રીતે લાવવો આ સમસ્યાનો ઉકેલ…?

છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીએ માસ્કને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવી દીધો છે. માસ્ક ભલે આપણને કોરોના વાયરસથી રક્ષણ આપે પરંતુ, આ જ માસ્ક હવે પર્યાવરણ માટે પરેશાની ગયા છે કેમકે, દુનિયાભરમાં માસ્કના મોટા પાયે ઉપયોગને કારણે મેડિકલ વેસ્ટ પણ તેટલા જ પ્રમાણમાં વધી રહ્યા છે. માનવજીવનને બચાવનારા માસ્ક પર્યાવરણનો શ્વાસ કેવી રીતે રૂંધી રહ્યા છે ચાલો જાણીએ.

દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ હોવા છતાં અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ યથાવત છે. આવા સંજોગોમાં લોકો કોરોનાથી બચવા માટે ફરજીયાત માસ્ક પહેરી રાખે છે પરંતુ, માનવજીવનને કોરોના વાયરસથી રક્ષણ આપતા માસ્ક હવે પર્યાવરણ માટે પરેશાનીનું કારણ બની ગયા છે કેમકે, વપરાયેલા માસ્ક અને ગ્લોવ્ઝને કારણે દુનિયાભરમાં પ્લાસ્ટિકનો કચરો દિવસે ને દિવસે વધી રહ્યો છે.

એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલના જણાવ્યા મુજબ 2020માં મહામારીની ચરમસીમા વખતે વિશ્વમાં દર મહિને 129 અબજ માસ્ક અને 65 અબજ હેન્ડ ગ્લોવ્ઝને ડિસ્પોઝ કરવામાં આવ્યા. દુનિયાભરની સરકારોએ કોરોનાને કારણે બની રહેલા મેડિકલ વેસ્ટને ડિસ્પોઝ કરવા માટે ગાઇડલાઇન્સ બનાવી છે પરંતુ, તેનું કેટલું અને કેવું પાલન થાય છે તે નજર સામે જ છે યોગ્ય રીતે નિકાલ ન થયેલા માસ્ક અને ગ્લોવ્ઝ સમુદ્રમાં કચરાના સ્વરૂપમાં જમા થયા છે.

બીજી તરફ એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એસોચેમના અભ્યાસ મુજબ વર્ષ 2022 સુધી ભારતમાં 775 ટનથી વધુ મેડિકલ વેસ્ટ નીકળશે. કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં એક દિવસમાં 550 ટનથી વધુ મેડિકલ વેસ્ટ નીકળ્યો જેમાં માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, પીપીઇ કીટ, ફેસ શિલ્ડ, ગાઉન કે પછી ગોગલ્સ સામેલ છે. આ તમામ સામાન સિંગલ યુઝ પ્લાસ્ટિક વડે બન્યા છે.

જોકે, હોસ્પિટલો અને કોરોના વોર્ડથી નીકળી રહેલા મેડિકલ વેસ્ટની વધુ ચિંતા નથી રહેતી કેમકે, આ મેડિકલ વેસ્ટને સારી રીતે અને નિયમો મુજબ એકત્ર કરવામાં આવે છે પરંતુ, સામાન્ય લોકો આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરે છે અને તેને ક્યાં ફેંકે છે? તે વધુ ચિંતાનો વિષય છે. ડોક્ટરોનું કહેવુ છે કે, પીપીઇ કીટ, ગ્લોવ્ઝ અને માસ્કને ભલે કચરાના ડબ્બામાં ફેંકવામાં આવે તેમછતા કોરોના સંક્રમણનું જોખમ તો યથાવત જ રહે છે. વર્લ્ડ વાઇડ ફોરમ ફોર નેચરે લોકડાઉન દરમ્યાન અહેવાલ રજૂ કર્યો હતો જે મુજબ જો દુનિયામાં ફક્ત 1 ટકા માસ્ક પણ ખોટી રીતે ડિસ્પોઝ કરવામાં આવે તો સમુદ્રમાં 1 કરોડથી વધુ માસ્ક દરરોજ તરતા નજરે પડી શકે છે.

Read Also

Related posts

શાહરૂખ ખાનને રાહત : વર્ષ 2017 વડોદરા નાસભાગ કેસમાં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો

Hemal Vegda

5 રાશિઓના લોકો માટે ખૂબ જ લકી છે નવરાત્રિ, કુંભ સહિત આ રાશિના જાતકોનું નસીબ ચમકી જશે

HARSHAD PATEL

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk
GSTV