GSTV

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે જાગૃતતા લાવવા આ શહેરમાં લાગ્યા ફિલ્મના પોસ્ટરો

Last Updated on July 24, 2020 by

કોરોના સામે સૌથી મોટું હથિયાર માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ છે. પરંતુ લોકોમાં હજુ જાગૃતતાનો અભાવ છે. અને લોકો માસ્ક વગર બહાર નીકળતા હોય છે. ત્યારે પેટલાદ નગરપાલિકા દ્વારા માસ્ક વગર નિકળતા લોકો સામે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમા પાલિકાએ ઠેર ઠેર શોલે ફિલ્મના હોર્ડિંગ્સ લગાવ્યા. જેમા માસ્ક પહેરવા માટે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેના ડાયલોગ લખવામાં આવ્યા છે. જેથી લોકો માસ્ક પહેરવા અર્થે જાગૃત થઈ શકે. શહેરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં હોર્ડિંગ્સ પર બોલીવુડના સૌથી મોટા વિલન મુગેમ્બો અને ગબ્બરસિંગના ફોટા મૂકીને લોકોને માસ્ક માટે ખાસ કહેવામાં આવ્યું છે.

કોરોના ગંભીર પરિસ્થિતિને પગલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચક ટકોર કરી. માસ્ક ન પહેરનારને ઓછામાં ઓછો એક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવાનું જણાવ્યું હતુ. હાઇકોર્ટે કહ્યુ હતુ કે લોકો હિતમાં આવા નિર્ણયો જરૂરી છે. કોઈ નારાજ થશે તેની રાજ્ય સરકારે ચિંતા કરવાની જરૂર નથી. સંક્રમણ હોય ત્યાં બહારથી આવતા લોકોને રોકવામાં આવે તેવી પણ હાઇકોર્ટ સરકારને ટકોરી કરી હતી.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!