GSTV

JNUની ડરાવી દે તેવી છે તસવીરો, છાત્રો સાથે મારામારી નહીં હિંસાની તમામ હદો પાર કરાઈ

દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU) પરિસરમાં 5 જાન્યુઆરી રવિવારે રાતે તે સમયે હિંસા ભડકી ઉઠી જ્યારે લાઠીઓ લઇને કેટલાંક બુકાનીધારી લોકોએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પર હુમલો કર્યો. પરિસરમાં સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યુ, જે બાદ પ્રશાસને પોલીસ બોલાવી. હુમલામાં JNU છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 28 લોકો ઘાયલ થઇ ગયા, જેને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા.

જેએનયુના પૂર્વ વિદ્યાર્થીની અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, જેએનયુથી ડરાવની તસવીરો સામે આવી રહી છે. સરકાર ઈચ્છે છે કે, દરેક વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી સુરક્ષીત હોય.

સાંજે 5 વાગે શરૂ થઇ હિંસા

સૂત્રોએ જણાવ્યું કે હિંસા સાંજના સમયે આશરે 5 વાગ્યે શરૂ થઇ. JNU પ્રશાસને કહ્યું કે લાઠીઓ સાથે કેટલાંક નકાબધારી ઉપદ્રવીઓ પરિસરમાં ફરી રહ્યાં હતા. તે સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યાં હતાં અને લોકો પર હુમલો કરી રહ્યાં હતા. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસને બોલાવવામાં આવી.

તેની પહેલાં JNUના રજીસ્ટ્રાર પ્રમોદ કુમારે એક નિવેદનમાં કહ્યું કે, સમગ્ર JNU સમુદાય માટે એક જરૂરી સંદેશ છે કે પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, JNU પ્રસાશને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ બોલાવી છે.

વિદ્યાર્થીઓએ લગાવ્યા આ આરોપ

વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ હોસ્ટેલમાં ઘુસી આવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મારપીટ કરી. કેટલીક ટીવી ચેનલો દ્વારા પ્રસારિત વીડિયો ફુટેજમાં પુરુષોના એક સમૂહને દર્શાવવામાં આવ્યુ છે જે હૉકી સાથે બિલ્ડીંગમાં ફરી રહ્યાં હતા. વામ-નિયંત્રિત જેએનયૂએસયૂ અને એબીવીપીના સભ્યોએ હિંસા માટે એકબીજાને દોષી ઠેરવ્યા.

છાત્ર સંઘે આરોપ લગાવ્યો છે કે એબીવીપીના સભ્યો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘોષ સહિત તેના અનેક સભ્યો ઘાયલ થઇ ગયાં, પરંતુ આરએસએસ સમર્થિત વિદ્યાર્થીઓના સંગઠને આરોપ લગાવ્યો છે કે તેના સભ્યો પર વામ-સંબંદ્ધ વિદ્યાર્થી સંગઠનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો, જેમાં તેના 25 લોકો ઘાયલ થઇ ગયા, જ્યારે 11 લાપતા છે.

પ્રોફેસર્સે જણાવ્યો સમગ્ર અહેવાલ

આ હિંસા ત્યારે થઇ જ્યારે JNU શિક્ષક સંઘ એક બેઠક કરી રહ્યુ હતુ. ઇતિહાસ વિભાગના એક પ્રોફેસર આર મહાલક્ષ્મીએ ઘટનાની વિગતો જણાવતા કહ્યું કે, અમે ટી પોઇન્ટ પર સાંજે પાંચ વાગ્યે એક શાંતિ બેઠકનું આયોજન કર્યુ હતુ. જેવી આ બેઠક પૂર્ણ થઇ, મોટી સંખ્યામાં લોકો પરિસરમાં દાખલ થયા અને તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો.

અન્ય એક પ્રોફેસર પ્રદીપ શિંદેએ કહ્યું, અમને આ વાત પર આશ્વર્ય થઇ રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં લોકો હાથમાં દંડા લઇને કેમ્પસમાં ઘુસી આવ્યા. મને લાગે છે કે તે એવા રાજકીય કાર્યકર્તા હતાં જે હંમેશા અમને દેશદ્રોહી કહે છે.

પોલીસે આ રીતે કર્યો બચાવ

દિલ્હી પોલીસે કાર્યવાહીના આરોપો વચ્ચે કહ્યું કે તેમણે ફ્લેગ માર્ચ કરી અને જેએનયૂ પ્રસાશન તરફથી લેખિતમાં વિનંતી કરવામાં આવ્યા બાદ સ્થિતિને નિયંત્રિત કરી લેવામાં આવી. જો કે પોલીસે તે જાણકારી નથી આપી કે કોઇની ધરપકડ કરવામાં આવી છે કે નહી. ઘટના બાદ પરિસરમાં અને આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે અને પ્રવેશ દ્વારને બંધ કરી દેવામાં આવ્યો છે.

આઇશી ઘોષે જણાવી આપવિતી

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં ઘોષના માથાના ભાગેથી લોહી વહેતુ જોઇ શકાય છે. વીડિયોમાં તે કહેતી સાંભળવા મળી રહી છે કે, માસ્ક પહેરેલા કેટલાંક લોકોએ મને નિર્દયતાપૂર્વક માર માર્યો. જ્યારે મારી સાથે મારપીટ થઇ જ્યારે હું મારા એક કાર્યકર્તા સાથે હતી. હું વાત કરવાની સ્થિતિમાં થી. જેએનયૂએસયુએ દાવો કર્યો છે કે એબીવીપીના સભ્ય માસ્ક પહેરીને લાઠી, હૉકી અને હથોડા સાથે પરિસરમાં ઘૂસી આવ્યાં હતા. જેએનયૂએસયુએ દાવો કર્યો છે કે, તેઓ પત્થર ફેકીં રહ્યાં હતા, છાત્રાવાસમાં ઘુસી રહ્યાં છે અને વિદ્યાર્થીઓને મારી રહ્યાં છે. અનેક શિક્ષકોને પણ મારવામાં આવ્યાં છે.

એબીવીએ લગાવ્યો આ આરોપ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આરોપ લગાવ્યો છે કે હિંસા પાછળ વામપંથી વિદ્યાર્થી સંગઠનોનો હાથ છે. એબવીપીએ દાવો કર્યો છે કે હુમલામાં આશરે 25 વિદ્યાર્થીઓ ગંભીરરૂપે ઘાયલ થયા છે અને 11 વિદ્યાર્થીઓ વિશે કોઇ જાણકારી નથી. એબીવીપીના અનેક સભ્યો પર છાત્રાવાસમાં હુમલો કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થી સંઘે દાવો કર્યો છે કે એબીવીપીના તત્વો હાથમાં ધોકા, પાઇપો, લાકડીઓ વગેરે લઇને કેમ્પસમાં ઘૂસ્યા હતા અને તેમના મોઢા પર માસ્ક હતા. બાદમાં વિદ્યાર્થીઓ પર તુટી પડયા હતા અને મનફાવે તેમ માર માર્યો હતો. ઘાયલ આઇશી ઘોષનો વીડિયો અને તસવીરો સામે આવી છે.વિદ્યાર્થીઓ પર ઇંટ અને પથ્થરો પણ ફેંક્યા હતા. એક વીડિયોમાં એબીવીપી ગો બેકના વિદ્યાર્થિનીઓ નારા લગાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન જેએનયુ કેમ્પસમાં મોટા પ્રમાણમાં હુમલાખોરોએ તોડફોડ પણ કરી હતી. સાથે જ ઇંટરનેટના વાયર પણ કાપી નાખવામાં આવ્યા હતા. 

જ્યારે બીજી તરફ એબીવીપીએ લેફ્ટ પાર્ટીના વિદ્યાર્થી સંગઠન પર પણ આરોપો લગાવ્યા હતા. એબીવીપીના નેશનલ જનરલ સેક્રેટરી નિધિ ત્રિપાઠીએ દાવો કર્યો હતો કે છેલ્લા બે મહિનાથી ડાબેરી વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરીને શિક્ષણ પર અસર પહોંચાડી રહ્યા છે.હવે તેઓએ હોસ્ટેલમાં ઘુસીને વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. જોકે આ હુમલામાં જે તસવીરો સામે આવી રહી છે તેમાં ડાબેરી પક્ષના વિદ્યાર્થી સંગઠનો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં અનેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.  

રાત્રે જેએનયુના બધા ગેટ બંધ કરી દેવાયા, પોલીસની ફ્લેગમાર્ચ

જેએનયુ પર હુમલો પૂર્વાયોજીત કાવતરૂં : ગૃહ મંત્રાલયે નોંધ લીધી

વોટ્સઅપ પર હુમલાના આયોજનની વાતચીત થઇ હતી, સ્ક્રિનશોટ વાયરલ 

જેએનયુમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર થયેલો જીવલેણ હુમલો પૂર્વાયોજિત હોવાના કેટલાક પુરાવા સામે આવ્યા છે. વોટ્સએપ પર આ હુમલા માટે એક ગુ્રપ પણ બનાવવામાં આવ્યું હતું જેમાં કેવી રીતે હુમલો કરવો તેની વાતચીત થઇ હતી, આ પૂર્વાજીત હુમલાની વાતચીતના સ્ક્રિનશોટ વાઇરલ થઇ રહ્યા છે. 

આ વોટ્સએપ ગ્રુપનું નામ યુનિટી અગેઇન્ટ્સ લેફ્ટ છે. જેમાં જેએનયુમાં કેવી રીતે પ્રવેશ કરવો અને ક્યા ગેટ પર શું સ્થિતિ છે તેની દરેક માહિતી શેર કરવામાં આવી છે. સાથે જ હોસ્ટેલમાં પ્રવેશ્યા બાદ શું કરવું તેનું પણ આયોજન શેર કરવામાં આવ્યું છે. એક મેસેજમાં લખેલુ છે કે યુનિ.ના વીસી આપણા જ છે વિદ્યાર્થીઓને મારો.  જ્યારે એક મેસેજમાં લખેલુ છે કે આજે નહીં મારીએ તો ક્યારે મારીશું? આ મેસેજના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.

બીજી તરફ જેએનયુના બધા જ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને અંદર પોલીસે પ્રવેશ કરી લીધો છે. જ્યારે બહાર મોટી સંખ્યામાં એક્ટિવિસ્ટ્સ અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. આ ઘટનાની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, દિલ્હીના ઉપરાજ્યપાલ સહિતનાએ ટીકા કરી હતી. ગૃહ મંત્રાલયે પણ તેની નોંધ લીધી છે અને સમગ્ર મામલે પોલીસ વડા સાથે વાતચીત કરી હતી.

Read Also

Related posts

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana

કોરોનાથી બચવા લોકડાઉન કેટલુ જરૂરી આ રહ્યો દાખલો, યુરોપમાં બચી ગઈ 59 હજાર જિંદગી

Pravin Makwana

ભાજપના ધારાસભ્યે લોકડાઉનના નિયમોની કરી ઐસીતૈસી, જન્મદિવસમાં અનાજ વિતરણ કરતા ફરિયાદ નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!