GSTV
Gujarat Government Advertisement

JNUમાં થયેલી હિંસા બાદ ચર્ચામાં આવેલી મિસ્ટ્રી ગર્લનો થયો પર્દાફાશ, દિલ્હી હાઈકોર્ટે કર્યો આ આદેશ

Last Updated on January 13, 2020 by Karan

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં 5 જાન્યુઆરીના હિંસા થઈ હતી, ત્યારબાદ જોરદાર હંગામો થયો છે. જો કે, દિલ્હી પોલીસ આ નકાબપોશ હુમલાખોરો સુધી પહોંચી શકી ન હતી, પરંતુ ખાનગી ચેનલે સ્ટિંગ ઓપરેશન કર્યુ અને હુમલાખોરોને પકડી પાડ્યા હતા. JNU હિંસા તપાસમાં હુમલાખોર છોકરીની પણ ઓળખ થઈ ગઈ છે. JNUમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા મામલે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે હિંસા સાથે જોડાયેલા વીડિયો મામલે એપ્પલ, વોટ્સએપ અને ગૂગલને નોટિસ આપી છે અને વીડિયોને સુરક્ષીત રાખવા કહ્યું છે. આ મામલે કોર્ટે પોલીસ, દિલ્હી સરકાર, વોટ્સએપ, એપ્પલ અને ગૂગલને કાલે બપોરે 3 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે.

દિલ્હી પોલીસ કરશે પૂછપરછ

JNUમાં હિંસા પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂછપરછ માટે 9 આરોપીઓને બોલાવ્યા છે. આ દરેકની JNU હિંસા વાળા વીડિયોમાં ઓળખ કરી લેવામાં આવી છે. પૂછપરછમાં JNU સ્ટુડન્ટ યુનિયન અધ્યક્ષ આઈશી ઘોષ પણ સામેલ છે. કોમલ શર્મા દિલ્હી યુનિવર્સિટી (DU)ની છોકરી છે. તે DU સેકન્ડ યરની વિદ્યાર્થીની છે.


તપાસમાં જાણવા મળ્યું છે કે, JNUમાં ડંડો લઈને હુમલો કરનાર મિસ્ટ્રી ગર્લનું નામ કોમલ શર્માં છે, જે દિલ્હી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની અને ABVPની કાર્યકર્તા છે. જેની ખરાઈ કોમલના સીનિયર અને સોશીયલ મીડિયા યુઝર્સે પણ કરી છે. સાથે તે પણ ખરાઈ થઈ ગઈ છે કે, 5 જાન્યુઆરીના રોજ JNUમાં કોમલ શર્મા હાજર હતી.

કોમલ શર્માએ સોશીયલ મીડિયા પર સારા વશિષ્ઠના નામથી પ્રોફાઇલ બનાવી રાખી છે અને સક્રિય પણ છે. આ પહેલા ખાનગી ચેનલના ઓપરેશનમાં JNUમાં હિંસા કરનારાઓએ કબૂલાત કરી હતી કે, તેઓ હિંસામાં સામેલ હતા. સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા બાજ દિલ્હી પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી અને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો માંગ્યો છે.

જ્યારે શુક્રવારે ખાનગી ચેનલના ઓપરેશન JNUTapes દ્વારા કહ્યું કે, હિંસા કોણે કરી હતી અને JNU કેમ્પસમાં હુમલો કરનારા લોકો કોણ હતા? જેમાં ABVPના આરોપીઓએ કબૂલાત કરી કે તેઓએ 5 જાન્યુઆરીએ JNUમાં હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, JNUમાં 5 જાન્યુઆરીના રોજ થયેલ હિંસામાં ઘણા વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave

વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદનો સૌથી મોટો કચરાનો ઢગ હવે વીજળી આપશે, પીરાણા ડમ્પિંગ સાઈટ પાસે વેસ્ટ ટુ એનર્જી પાર્ક બનાવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!