GSTV

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

જ્યાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કહ્યું છે કે, જ્યાં સુધી દવા ન આવી જાય ત્યાં સુધી છૂટ મળશે નહી. કોરોનાથી બચાવમાં સૌથી કારગર હથિયાર છે માસ્ક. જોકે, આજે બજારમાં માસ્કની કોઈ કમી નથી. બજારમાં 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની કિંમતના માસ્ક બજારમાં મળી રહ્યા છે. કારણ કે, માસ્કની કિંમતો નક્કી ન હોવાથી નિર્માતા અને દુકાનદાર મનમાની કિંમત પર તને વેંચી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્ર્ સરકારે માસ્કની કિંમતોને લઈને મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં માસ્કની કિંમતો નક્કી કરી દીધી છે અને માસ્કની કિંમતો નક્કી કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે.

નોટિફિકેશન જાહેર કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે માસ્કને જરૂરી વસ્તુની યાદીમાં સામેલ કરતા તેની કિંમતો પર લગામ લગાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે માસ્કની કિંમતોને લઈને એક નોટિફિકેશન જાહેર કરી દીધી છે. માસ્કની કિંમતો આજથી આખા રાજ્યમાં લાગુ થઈ ચૂકી છે.

મહારાષ્ટ્રમાં માસ્કની કિંમતો નક્કી

  • નોટિફિકેશન પ્રમાણે વી (V) આકારવાળા N-95 માસ્ક (N-95 Mask)ની કિંમત 19 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • N-95 થ્રી ડી માસ્ક (N-95 3D Mask) ની કિંમત 25 રૂપિયા અને N-95 માસ્કની કિંમત 28 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • બે પરવાળા સર્જિકલ માસ્કની કિંમત 3 રૂપિયા અને ત્રણ પળવાળા સર્જિકલ માસ્કના ભાવ 4 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
  • કોરોના હોસ્પીટલોમાં ડૉક્ટરોને ઉપલબ્ધ કરાવવામાં આવતી કિટના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ કિટની કિંમત 127 રૂપિયા રાખવામાં આી છે અને આ કિટમાં 5 N-95 માસ્ક અને 5 ત્રણ પરતવાળા માસ્ક સામેલ છે.

મહારાષ્ટ્ર સરકારે એક સમિતિની રચના કરી

માસ્કની કિંમતો નક્કી કરવા માટે મહારાષ્ટ્ર સરકારે એક સમિતિની રચના કરી હતી. આ કમેટીએ છેલ્લા અઠવાડિયામાં જ માસ્કની મહત્તમ કિંમત લાગૂ કરવાની પોતાની ભલામણ સોંપી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે માસ્ક અને સેનિટાઈઝરની કિંમતોને ઓછી કરવા વિશે સલાહ આપવા માટે પણ એક કમિટિની રચના કરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!