આંગળા ચાટતા રહી જશે મહેમાનો જ્યારે દિવાળીમાં બનાવશો ટ્વિસ્ટેડ પુરી

ગુજરાતીઓ જમવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતીઓ અલગ-અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સાદી પુરી તોતમે ખાતા જ હશો પરંતુ સાદી પુરીમાં આજે અમે તમને એક ગુજરાતી ટ્વિસ્ટ આપતા સીખવાડીશું. તો આજેઅમે તમારા માટે મસાલા પુરીની રેસીપી લઇને આવ્યા છીએ જે ટેસ્ટી હોવાની સાથે ઝડપથી બની પણ જાય છે તો ચાલો જોઇ લઈએ ટેસ્ટી મસાલા પુરીની રેસીપી.

સામગ્રી

1 કપ – ચણાનો લોટ
2 કપ -ઘઉંનો લોટ
1/2 કપ -મેથીના પાન (સમારેલા)
2 ચમચી -આદુ-લસણની પેસ્ટ
1/2 નાનીચમચી – ગરમ મસાલો
1/2 ચમચી -હળદર
1 ચમચી -ધાણાજીરૂ
સ્વાદાનુસાર- લાલ મરચું
1 ચમચી -અજમો
સ્વાદાનુસાર- મીઠું 
તળવામાટે – તેલ

બનાવવાની રીત 

સૌ પ્રથમઘઉંનો લોટ અને ચણાના લોટને મિક્સ કરીને તેને એક વાસણમાં ચાળી લો. ત્યાર બાદ તેમાં મેથી, હળદર, ઘાણાજીરૂ, આદુ-લસણની પેસ્ટ, અજમો, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીનેબરાબર મિક્સ કરી લો. હવે લોટમાં થોડૂંક પાણી ઉમેરતા જાવ અને તેનો લોટ બાંધી લો. ત્યારબાદ તેને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. ત્યાર પછી તેના નાના લૂઆ બનાવીને તેનીપુરીઓ વણી લો.

ગેસ પર એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં પુરીને ધીમી આંચ પર આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે મસાલા પુરી. જેને તમે અથાણું, ચટણી, બટેટાના શાક તેમજ ચા સાથે સર્વ કરી શકો છો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter