GSTV
Home » News » ગરમીની સીઝનમાં ઠંડક માટે બનાવો મસાલા ચા કુલ્ફી

ગરમીની સીઝનમાં ઠંડક માટે બનાવો મસાલા ચા કુલ્ફી

મસાલા ચા પીવામાં તમને મજા આવતી હશે. તેની ફલેવરની કુલ્ફી પણ ખાવાની મજા આવશે. મસાલા ચાને રબડી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેમાં રબડીની સાથે મસાલા ચાનો સ્વાદ પણ આવે છે.
વ્યક્તિ-2-4
સમય– 15થી 30 મિનિટ
કેલેરી– 1200
જરૂરી સામગ્રી
1 1\2 કપ મસાલા ચા
2 ટેબલ સ્પૂન વરિયાળી
2 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા પિસ્તા
1 ટી-સ્પૂન સૂંઠ
3 કપ રબડી
પેન
કુલ્ફી મોલ્ડ


રીત
-મસાલા ચા કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા ધીમા તાપે કઢાઈ મૂકો.
-તેમાં વરિયાળી નાખી કલર બદલાય ત્યાં સુધી શેકો.
-તેને એક પ્લેટમાં ઠંડી કરી દો.
-પછી એ જ કઢાઈમાં પિસ્તા નાખી 4-5 મિનિટ સુધી શેકો. જેનાથી તે ક્રંચી બની જશે.
-પિસ્તાના ટુકડાંને પણ એક પ્લેટમાં ઠંડા કરી દો.
-વરિયાળી પાઉડર બનાવી લો.
-એક મોટા વાસણમાં રબડી, એક મોટી ચમચી વરિયાળી પાઉડર, સૂંઠ પાઉડર, પિસ્તા અને મસાલા ચા નાખી મિક્સ કરી લો.
-તૈયાર પેસ્ટને કુલ્ફી મોલ્ડમાં નાખી 8-10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો.
-મોલ્ડમાંથી કાઢી અને મસાલા ચા કુલ્ફીની મજા લો.

Read Also

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!