GSTV
Home » News » મેરિકોમે શૅર કર્યો VIDEO,  ગર્વથી ઉંચે ઉઠશે દરેક ભારતીયોનું શિશ

મેરિકોમે શૅર કર્યો VIDEO,  ગર્વથી ઉંચે ઉઠશે દરેક ભારતીયોનું શિશ

પાંચ વારની વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા બોક્સર એમસી મેરીકોમે એશિયાઇ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 48 કિલોવર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. મેરિકોમે પોતાની પ્રતિસ્પર્ધી ઉત્તર કોરિયાની કિમ હયાંગમી ને 5-0થી હરાવી એશિયાઇ ગોલ્ડ પાછો મેળવવાના ભારતના સપનાને સાકાર કર્યો છે.

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને આ ટુર્નામેન્ટમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. અહીં જણાવી દઇએ કે મેરીકોમ મણિપુરની મહિલા બોક્સર છે. જેના ત્રણ બાળકો પણ છે.મેરિકોમે લગભગ એક વર્ષ બાદ બોક્સિંગ રીંગમાં વાપસી કરી છે. આ 2014 એશિયાઇ ચેમ્પિયનશિપ બાદ મેરીકોમનો પહેલો આતંરરાષ્ટ્રિય ગોલ્ડ મેડલ છે અને એક વર્ષ બાદ તેમનો પહેલો મેડલ છે.

ગોલ્ડ મેડલ મળ્યા બાદ ભારતની સ્ટાર બોક્સર એમસી મેરીકોમે જણાવ્યું કે આ ખેલમાં લગભગ બે દશક વિતાવ્યા બાદ પણ ફિટ હોવાને કારણે તે અજેય મહેસૂસ કરે છે.

અહીં સૌથી રસપ્રદ બાબત એ બની છે કે મેરીકોમે પોતાની જીતની મેડલ સેરેમનીનો એક વીડિયો પોતાના ફેસબુક પેજ પર શૅર કર્યો છે. મેરીકોમે આ વીડિયો શૅર કરતા લખ્યું હતું કે ખુબ જ ગર્વ થાય છે જ્યારે તિરંગો ઉપર જાય છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે સેરેમની દરમિયાન રાષ્ટ્રગાન વાગી રહ્યું છે અને તિરંગો ઉંચે જઇ રહ્યો છે.

ભારત પરત પહોચ્યા બાદ મેરીકોમે કહ્યું કે જ્યાં સુધી હું કઠોર મહેનત ચાલુ રાખીશ અને મારું શરીર ફિટ રાખીશ તો હું કોઇને પણ હરાવી શકું છું. જો હું મારું ફિટનેસ સ્તર કાયમ રાખું છું તો કોઇ મને ટચ પણ કરી નહીં શકે.

પાંચ વારની વિશ્વ વિજેતા મેરીકોમે કહ્યું કે તેમનું ધ્યાન હવે આવતા વર્ષે યોજાનારા રાષ્ટ્રમંડલ રમતોત્સવ પર છે. અહી  મેરિકોમે કહ્યું કે હું ખુશ છું કે 48 કિલોવર્ગ શ્રેણી રાષ્ટ્રમંડલ રમતોત્સવમાં સમાવિષ્ઠ છે. મારો પ્રયત્ન પહેલા તેમાં મેડલ જીતવાનો રહેશે. તે બાદ હું કોઇ અન્ય ટુર્નામેન્ટ વિશે વિચારીશ.

Related posts

એથલિટ દુતી ચંદના જીવન ઉપર બનશે ફિલ્મ, આ પોપ્યુલર એક્ટ્રેસ નિભાવી શકે છે તેનો રોલ

Mansi Patel

મહીલા હોકી : જાપાનને હરાવીને ભારતે જીતી FIH વુમન સિરીઝ,પીએમ મોદીએ આપી શુભકામના

Path Shah

સાઉથ આફ્રિકાને હરાવીને ભારત મેન્સ હોકી સિરીઝ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!