GSTV
Home » News » મારૂતિની મોટી જાહેરાતઃ એપ્રિલ 2020થી નહી વેચે આ કાર

મારૂતિની મોટી જાહેરાતઃ એપ્રિલ 2020થી નહી વેચે આ કાર

મારૂતિએ ગુરુવારે મોટી જાહેરાત કરી છે. મારૂતિનું કહેવું છે કે તે આવતા વર્ષે ડીઝલ કારોનું ઉત્પાદન બંધ કરી દે છે. આવતા વર્ષથી નવા બીએસ-6 સ્ટેન્ડર્ડ લાગુ થવાના છે. પરંતુ તે પહેલા જ મારૂતિ ડીઝલ કારોનું ઉત્પાદન બંઘ કરી દે છે.

મારૂતિ સુઝુકીએ ગુરૂવારે 2018-19ની ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે, તે આવતા વર્ષે 01 એપ્રિલ 2020થી ડીઝલ કારોનું ઉત્પાદન બંધ કરી દે છે. મારૂતિના ચેરપર્સન આરસી ભાર્ગવે ન્યૂઝ એજેન્સી પીટીઆઈને જણાવ્યું કે તે 1500 સીસીથી નીચેની કારોમાં ડીઝલ એન્જીન નહી આપે. તેમણે કહ્યું કે 1500 સીસી એન્જીનથી નીચેની કારોમાં ડીઝલ એન્જીનનું કોઈ ભવિષ્ય નથી.

જો કે ભાર્ગવે એ વાત જરૂર કરી કે જો આ સેગમેટમાં માંગ ચાલુ રહેશે તો મારૂતિ ડીઝલ એન્જીનનું ઉત્પાદન ચાલુ રાખશે. મારૂતિ દર વર્ષે 450,000 ડીઝલ કારો વેચે છે, જે તેના વાર્ષીક વેચાણનું 30 ટકા છે. માનવામાં આવી રહ્યું છે કે મારૂતિ ડીઝલ કારની જગ્યાએ પેટ્રોલ અને સીએનજી કાર ઉપર ધ્યાન આપશે. તેમ જ મારૂતિ થોડા નવા મોડેલ્સ સીએનજી સાથે લોંચ કરશે.

READ ALSO

Related posts

‘મીટૂ’ બાદ હવે પુરુષો માટે ‘મેનટૂ’ અભિયાને પકડ્યું જોર, પુરુષ કમિશનની માંગ થઈ…

Nilesh Jethva

પાટણ જીલ્લાની મતગણતરી અહીંથી કરાશે, 1200થી વધુ કર્મચારીઓ બજાવશે ફરજ

Mansi Patel

વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!