GSTV
Home » News » માત્ર 66 હજારમાં ઘરે લઇ જાઓ મારૂતિની આ ધાકડ કાર, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

માત્ર 66 હજારમાં ઘરે લઇ જાઓ મારૂતિની આ ધાકડ કાર, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Maruti Wagon R

મારુતિ સુઝુકીની વેગનઆર હેચબેક સેગમેન્ટમાં લોકપ્રિય કાર છે. આ કાર તાજેતરમાં કંપની દ્વારા અપડેટ કરવામાં આવી છે અને તેને બજારમાં રજૂ કરી છે. નવી કાર ઉપરાંત મારુતિ સુઝુકી જૂની કાર પણ વેચે છે. મારુતિ વેગન આર અને એસએક્સ 4 જેવી કાર મારુતિ સુઝુકીની સત્તાવાર કંપની ટ્રુ વેલ્યૂમાં ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ કે તમે ઓછી કિંમતે કઈ કાર ખરીદી શકો છો.

Maruti Alto 800 LXI : 

મારુતિ લોકપ્રિય હેચબેક અલ્ટો 800 પેટ્રોલ વેરિયન્ટ LXI, ટ્રૂ વેલ્યૂ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કાર 85,000 કિલોમીટર ચાલેલી છે અને તે 2004નું મોડેલ છે. મારુતિ સુઝુકીની સત્તાવાર કંપની ટ્રુ વેલ્યુ પર ખુબ ઓછી કિંમતમાં જૂની કાર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ કાર સેકન્ડ ઓનર દ્વારા વેચવામાં આવી રહી છે. આ કારની કિંમત ફક્ત રૂ. 55,000 નક્કી કરવામાં આવી છે.

Wagon R LXI : 

મારુતિ વેગનઆરની એન્ટ્રી લેવલ વેરિયન્ટ એલએક્સઆઈ પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કાર 2009નું મોડેલ છે અને અત્યાર સુધીમાં તે 72,173 કિલોમીટર ચાલે છે. આ કાર પ્રથમ માલિક દ્વારા વેચવામાં આવી રહી છે. આ કારની કિંમત ફક્ત રૂ. 66,500 નક્કી કરવામાં આવી છે.

A Star VXI :

મારુતિ એ સ્ટાર હવે કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી છે. પરંતુ એન્ટ્રી લેવલ હેચબેક ઉત્સાહીઓ વચ્ચે, આ કાર હજી પણ ખૂબ લોકપ્રિય છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કાર 2009નું મોડેલ છે અને અત્યાર સુધીમાં તે 44,803 કિલોમીટર ચાલેલી છે. તે પ્રથમ માલિક દ્વારા વેચવામાં આવે છે. આ કારની કિંમત રૂ. 81,500 નક્કી કરવામાં આવી છે.

Read Also

Related posts

આ ખુરશી પર બેસનાર વ્યક્તિએ ગુમાવવો પડે છે જીવ, રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

Arohi

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur

અમરેલીના યુવકે કરી એવી શોધ કે બોરમાં પડતા બાળકને 25 મિનિટમાં બહાર કાઢી શકશો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!