GSTV
Home » News » Maruti Suzuki એ ભારતમાં લોન્ચ કર્યું Vitara Brezzaનું સ્પોર્ટ એડિશન, અહીં જુઓ શું છે ખાસ

Maruti Suzuki એ ભારતમાં લોન્ચ કર્યું Vitara Brezzaનું સ્પોર્ટ એડિશન, અહીં જુઓ શું છે ખાસ

મોરૂતિ સુઝુકીએ પોતાના પોતાની લોકપ્રિય કાર વિટારા બ્રેઝાના સ્પોર્ટ એડિશનને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 7.98 લાખથી શરૂ થાય છે. મારૂતિ વિટારા બ્રેઝા સ્પોર્ટ એડિશનની કિંમત રેગ્યુલર મોડલથી 29,900 રૂપિયા વધુ છે. તમને જણાવી દઈએ કે મારૂતિ સુઝુકી વિટારા બ્રેઝા કારને વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી અને આ કારને અત્યાર સુધી 4.35 લાખ યુનિટ્સ વેચાઈ ગયા છે. જે તેની લોકપ્રિયતાને દર્શાવે છે.

કારમાં કરવામાં આવેલા બદલાવ

વિટારા બ્રેઝાને સ્પોર્ટ એડિશનમાં નવા સીટ કરવ, ડિઝાઈનર મેટ, સાઈડ ક્લેડિંગ બોડી ગ્રાફિક્સ અને લેધરથી બનેલુ સ્ટીયરિંગ કવર આપવામાં આવ્યું છે. ગ્રાહકોને પોતાની મરજી અનુસાર આ એક્સેસરીઝમાંથી પસંદગી કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે.

1.3 લીટર એન્જીન

મારૂતિ વિટારા બ્રેઝાના સ્પોર્ટ એડિશનમાં લગાવવામાં આવેલા એન્જીનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ કારમાં હજુ પણ 1.3 લીટરનું ડિઝલ એન્જીન લગાવવામાં આવ્યું છે જે 89 બીએચપીનો પાવર અને 200 એનએમનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જીનને 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પમાં આપવામાં આવે છે.

પેટ્રોલ વેરિએન્ટ પણ ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ

મારૂતિ સુઝુકી આ કારને 1.2 લીટર પેટ્રોલ એન્જીનની સાથે પણ લાવવાની તૈયારી કરી રહી છે. આ કારને 1.5 લીટર ડિઝલ એન્જીન ઓપ્શનને પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Read Also

Related posts

પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન

Bansari

નખ ચાવવાની આદત છે? તો સમજી લો તમને છે આ બિમારી

Bansari

અપનાવી લો આ આદતો, પરિવારમાં ટકી રહેશે સુખ-સમૃદ્ધિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!