GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Maruti Suzukiની Swift, Alto અને Baleno ખરીદવી થઇ સરળ, કંપનીઓ 6 મહિનાના EMIમાં પણ આપે છે રાહત

Maruti Suzuki New Scheme: કોરોના વાયરસ મહામારીને કારણે દેશની આર્થિક ગતિ ઘણી ધીમી પડી ગઈ છે. જેને લીધે વેપારીઓને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, દેશભરની અગ્રણી કંપનીઓ તેનાથી બહાર આવવા માટે નવી નવી સ્કીમ લઈને આવી રહી છે. આજ રસ્તે ચાલતા દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક Axis Bank સાથે મળીને લોકોને નવી ફાયનાન્સ સ્કીમ આપી છે.

પગારદાર ગ્રાહકોને 100% ઓન રોડ લોન

આ નવી સ્કીમ દ્વારા ગ્રાહક હાલના મુશ્કેલ સમયમાં પણ સરળ હપ્તે કાર લોન લઇ શકે છે. જણાવી દઈએ કે, આ ભાગીદારી હેઠળ ગ્રાહકોને મારુતિ કાર પર એક્સિસ બેન્ક ઘણી સરળ EMI નો વિકલ્પ આપે છે. જેમાં, પગારદાર ગ્રાહકોને 100% ઓન રોડ લોન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, આ સ્કીમમાં લોનની સમયમર્યાદા 8 વર્ષ સુધી પણ લંબાવી શકાય છે.

31 જુલાઈ સુધી કર ખરીદવા પર મળશે લાભ

સ્કીમ અંગે વિસ્તારમાં વાત કરીયે તો, જો તમે મારુતિની કોઈ પણ કાર ખરીદો છો તો તેના માટે તમારે દર એક લાખ રૂપિયા પર 1250 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડે છે. તો સાથે જ તમે બેન્ક દ્વારા આપવામાં આવતી બલૂન ઇએમઆઇ પસંદ કરો છો તો તમારી આખરી ઇએમઆઇ કુલ લોનના 25% હશે. આ ઉપરાંત, તમારે પ્રતિલાખ લોન પર શરૂઆતના ત્રણ મહિનામાં 899 રૂપિયા ઇએમઆઇનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. જણાવી દઈએ કે, આ સ્કીમનો લાભ 31 જુલાઈ સુધી કાર ખરીદનાર ગ્રાહકોને જ આપવામાં આવશે,

અન્ય બેંકો પણ આપે છે મારુતિ કાર ખરીદવા પર સરળ લોન

આ પહેલા પણ મારુતિ સુઝુકી, HDFC Bank, Indusind Bank, ICICI Bank અને ચોરોમંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લિમિટેડ સાથે ભાગીદારી કરી ગ્રાહકોને આકર્ષવા માટે જુદી જુદી ફાયનાન્સ સ્કીમ રજુ કરી ચુકી છે. જેમાં 6 મહિના બાદ EMI શરૂ કરવાના વિકલ્પો આપીને લોનની સમયમર્યાદા વધારવાના વગેરે વિકલ્પો આપવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, દેશની ઘણી મોટી કાર નિર્માતા કંપનીઓ બેંકોના સહયોગથી લોકોને સરળ હપ્તે લોન આપે છે. જેમાં 6 મહિના સુધી કોઈ EMI નહિ આપવાના વિકલ્પો અને 100 % લોન સુવિધા વગેરે આપવામાં આવે છે,

READ MORE:

Related posts

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan

પશ્ચિમ બંગાળ: મમતા સરકારે પંદર દિવસમાં 4 વખત બદલી લૉકડાઉનની તારીખો, વિપક્ષે કર્યો આક્ષેપોનો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!