GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

આવી ગઈ પ્રિમિયમ મારૂતિ વેગનઆર : જાણો શું હશે ખાસ અને તેની સાથે જોડાયેલી આ 5 વાતો

મારૂતિ સુઝુકી પોતાની પોપ્યુલર કાર વેગનઆરના પ્રિમિયમ વર્ઝન ઉપર કામ કરી રહી છે. તેને મારૂતિ સુઝુકી એક્સએલ 5 નામથી લોંચ કરવામાં આવશે તેવી આશા છે. મારૂતિની આ નવી કારને દેશમાં ઘણી વખત ટેસ્ટીંગ વખતે જોવા મળી ચુકી છે. હાલમાં વધુ એકવખત આ ટેસ્ટીંગ દરમયાન નજરે આવી.

પ્રિમિયમ ડિલરશીપ ઉપરથી વેંચાણ

પ્રિમિયમ વેગનઆર એટલે કે મારૂતિ એક્સએલ 5એ કંપનીની પ્રિમિયમ ડિલરશીપ નેક્શા ઉપરથી વેંચાણ કરાશે. આ નેક્શા ડિલરશીપની છઠ્ઠી કાર હશે. અત્યારે મારૂતિ આ ડિલરશીપથી ઈગ્નિસ, બલેનો, સિયાઝ, એસક્રોસ અને એક્સએલ 6 વેચી રહી છે.

કેવો હશે તેનો લુક ?

લીક થયેલા ફોટામાં જણાઈ રહ્યું છે કે, એક્સએલ 5ની ઓવરઓલ પ્રોફાઈલ વેગનઆરની જેમ જ હશે. પરંતુ આ વેગનઆરથી પ્રિમિયમ દેખાશે. પાછળની તરફથી તેનો લુક વેગનઆર જેવો જ રાખવામાં આવ્યો છે. મોટાભાગનો બદલાવ કારનો ફ્રંટમાં જોવા મળશે. એક્સએલ 5 વેગનઆરની અલગ નવી ડિઝાઈનની ગ્રિલ, નવા બંપર અને એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સની સાથે સ્પિલ્ટ હેડલેમ્પ મળશે. મારૂતિની પ્રિમિયમ એમપીવી એક્સએલ 6ની જેમ પ્રિમિયમ વેગનઆરમાં પણ એલઈડી ટેલલેમ્પ મળવાની આશા છે. વેગનઆરથી અલગ આ કાર નેક્સા બ્લુ કલરમાં આવશે.

અંદરથી કેવી હશે એક્સએલ 5 ?

મારૂતિની આ નવી કારનું ઈન્ટીરીયરની ડિટેઈલ પણ સામે આવી રહી છે. જો કે, તેનું ઈન્ટીરીયર સ્ટાન્ડર્ડ વેગનઆરની તરફથી મળવાની આશા છે. એક્સએલ 5માં નવી સીટ અપહોલ્સ્ટ્રી અને વધારે ફિચર્સ સાથે કેટલાક બદલાવ જોવા મળી રહ્યાં છે. પ્રિમિયમ વેગનઆરમાં સ્માર્ટફોન કનેક્ટીવીટની સાથે ટચસ્ક્રીન એન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટિલ્ટ અજસ્ટેબલ સ્ટીયરીંગ, કી-લેસ એન્ટ્રી, પાવર વિંડો, એરબેગ્સ, સેંન્ટ્રલ લોકીંગ સિસ્ટમ, એબીએસ, ઈબીડી, રિયર પાર્કીંગ સેંસર્સ અને સ્પીડ એલર્ટ સીસ્ટમ જેવા ફીચર હશે.

પાવર

મારૂતિ એક્સએલ 5માં વેગનઆરવાળુ 1.2 લીટર પેટ્રોલ એન્જીન મળવાની આશા છે. જે 82 બીએચપીની પાવર અને 113 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગીયરબોક્સનું ઓપ્શન રહેશે.

ક્યારે થશે લોંચ ?

મારૂતિ સુઝુકીની વેગનઆરના પ્રિમિયમ મોડલનું લોન્ચીંગ ટાઈમલાઈનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો કે આશા છે કે, મારૂતિ એક્સએલ 5 વર્ષ 2021ની શરૂઆતમાં લોંચ થશે. તેની કિંમત 1.2 લીટર એન્જીનવાળી મારૂતિ વેગનઆરની વધારે રાખવામાં આવી શકે છે.

Related posts

કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશને વિસર્જન કુંડ બનાવવાનું માંડી વાળ્યું, AMCના કરોડો રૂપિયા બચી જશે

Pravin Makwana

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ 7 દિવસ માટે બંધ રહેશે એસ.ટી. સેવા

Pravin Makwana

ખેડૂતો આનંદો: ગુજરાત સરકારનો સૌથી મોટો કૃષિ લક્ષી નિર્ણય, હવે સિંચાઈ માટે મળશે 10 કલાક સુધી વીજળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!