GSTV
Home » News » MARUTI નેક્સા શોરૂમથી વેચશે ઈલેક્ટ્રિક કાર્સ, સિંગલ ચાર્જમાં ચાલશે 200 કિલોમીટર

MARUTI નેક્સા શોરૂમથી વેચશે ઈલેક્ટ્રિક કાર્સ, સિંગલ ચાર્જમાં ચાલશે 200 કિલોમીટર

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ ટૂંક સમયમાં જ વેગનઆરનું ઇલેક્ટ્રીક વર્ઝન કાર લોંચ કરવા માટેની તૈયારી કરી રહી છે. મારુતિએ પહેલેથી જ આ કારની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. અને ઘણીવાર તેની દેશના જુદા જુદા ભાગોમાં પરીક્ષણ કરાઈ છે. આશરે 50 ઇલેક્ટ્રિક વાગન આર કાર ટેસ્ટિંગ કરાઈ છે.

ડીઝલ એન્જીન બંધ કરશે

બીએસ 6 ના ઉત્સર્જન ધોરણને કારણે, મારુતિ તેની કારમાં ડીઝલ એન્જિન બંધ કરવાની જાહેરાત પહેલાંજ કરી દીધી છે. નવા ઉત્સર્જન ધોરણો આગામી વર્ષે એપ્રિલ, 2020 થી અમલમાં મૂકવાના છે. તે જ સમયે, મારુતિએ જાહેરાત કરી હતી કે, તે સીએનજી અને ઇલેક્ટ્રિક કાર પર ધ્યાન કેન્દ્રિત કરશે.

નેક્સામાં વેચાય છે પ્રીમિયમ કાર્સ

અહેવાલો અનુસાર, મારુતિ દેશભરમાં ફેલાયેલા 250 કરતાં વધુ નેક્સા શોરૂમ દ્વારા ભારતીય બજારોમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ કરશે. હાલમાં, નેક્સાનાં શોરુમમાં મારુતિ સુઝુકી ઈગ્નિસ, મારુતિ સુઝુકી બલેનો, મારુતિ સુઝુકી Ciaz અને મારુતિ સુઝુકી એસ ક્રોસ સહિતની કારનું વેચાણ કરવામાં આવે છે. ફક્ત ઇગ્નિસ સિવાય, મારુતિની બધી કાર તેમના સેગમેન્ટ્સની સમ્રાટ છે અને તે સૌથી વધારે વેચાતી ગાડીઓમાંની છે.

આવતા વર્ષે કરશે લોન્ચ

મારુતિ આગામી વર્ષે પોતાની ઇલેક્ટ્રિક કાર વેગનઆરને લોન્ચ કરી શકે છે, અને આગામી વર્ષે ઓટો એક્સ્પોમાં તેનું પ્રદર્શન કરશે. જ્યારે કંપનીએ ઇલેક્ટ્રિક કારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લિથિયમ-આયન ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. તેના માટે મારુતિએ ટોયોટા સાથે ભાગીદારી કરી છે.

સિંગલ ચાર્જમાં 200 કિમી

મારુતિ વેગનઆર ઈલેક્ટ્રીક કારની કિંમત  8 લાખની આસપાસ રાખી શકે છે, જ્યારે તે સિંગલ ચાર્જમાં 200 કિમી જેટલું ચાલશે. ઝડપથી ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ હશે. પાછળથી, મારુતિ તેના અન્ય મોડેલો પર વધુ ઇલેક્ટ્રિક કાર લોંચ કરી શકે છે.

READ ALSO

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!