GSTV

Maruti WagonR ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે ઓટો એક્સપોમાં થશે લોન્ચ, 150 કિમીની મળશે માઈલેજ

ભારતમાં સતત ઇલેક્ટ્રિક કાર પર કામ થઈ રહ્યું છે. અને હવે નવી નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ થવાની શરૂ થઈ રહી છે. તાજેતરમાં ભારતમાં હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક લોન્ચ કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ મારુતિ સુઝુકી આગામી વર્ષે ઓટો એક્સ્પોમાં તેના વેગનઆરનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે સંપૂર્ણ ચાર્જમાં ઇલેક્ટ્રિક WagonR 150 કિલોમીટરની મુસાફરી નક્કી કરશે. હાલમાં, આ કાર પેટ્રોલ અને સીએનજી વેરિએન્ટ્સમાં છે.

આ ઉપરાંત, કંપનીના એલપીજી વેરિઅન્ટ્સને પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.તાજેતરમાં, ઇલેક્ટ્રિકWagonR ને પરીક્ષણ દરમ્યાન જોવા મળી છે. જ્યારે મીડિયા અહેવાલો અને અન્ય સ્રોતો મુજબ, આગામી વર્ષે ઓટો એક્સ્પો 2020 માં WagonR EVનું પ્રદર્શન થઈ શકે છે. એટલું જ નહીં, કંપનીએ તેના બીજા ઇલેક્ટ્રિક વાહનો માટે પણ તૈયારી કરવાનું શરૂ કર્યું છે.

લાઇવ મિન્ટમાં પ્રકાશિત સમાચાર મુજબ, સુઝુકી મોટર કોર્પના એન્જિનિયરે બીજી ઇલેક્ટ્રિક કાર માટે અર્ટિગા કોમ્પેક્ટ એમપીવી પસંદ કર્યું છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ. મ્યુનિ. કમિશનરે સરખી રીતે માસ્ક ન પહેરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ ભર્યાનો કર્યો દાવો

Nilesh Jethva

ખેડૂતો આનંદો/ સરકારની આ યોજના હેઠળ ખેતરને આપો ભાડે, 4 ગણી વધશે તમારી કમાણી

Ankita Trada

શું તમે WhatsApp પર કોઈએ કરી દીધા છે બ્લોક, તો આ સ્માર્ટ ટ્રીકથી કરો મેસેજ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!