GSTV

બાઇકની કિંમતે ખરીદો Maruti Suzukiની આ કાર, જાણો શું છે ખાસિયત

કાર

ભારતમાં મારુતિ સુઝુકીના કાર ખૂબ જ લોકપ્રિય છે. આ કાર એટલી સસ્તી હોય છે કે તેને ખરીદવી અને તેનુ મેન્ટેનન્સ ખૂબ જ ઓછા ખર્ચમાં થઇ જાય છે. આ કાર લાંબા સમય સુધી તમારો સાથ નિભાવે છે આ જ કારણે તે ખૂબ જ પોપ્યુલર છે.જો તમે ઇચ્છો તો ખૂબ જ ઓછી કિંમતમાં મારુતિની કાર ખરીદી શકો છો. આ કાર્ય તમને અડધાથી પણ ઓછી કિંમતમાં મળી જાય છે અને તેની કંડીશન પણ ઘણી સારી રહે છે. હકીકતમાં અમે સેકેન્ડ હેન્ડ કારની વાત કરી રહ્યાં છીએ.

ટ્રુ વેલ્યુ (True Value) મારુતિ સુઝુકીની સેકેન્ડ હેન્ડ કાર સેલિંગ પ્લેટફોર્મ છે જ્યાં તમને સારી કંડીશનવાળી મારુતિ સુઝુકીની યુઝ્ડ કાર મળી જાય છે. આ કારો પર પેપર વર્ક પણ સરળતાથી થઇ જાય છે અને તમે સરળતાથી તેને પરચેઝ પણ કરી શકો છો. તો જો તમે પણ મારુતિ સુઝુકીની કોઇ સેકેન્ડ હેન્ડ કાર ખરીદવા માગો તો અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે આ પ્લેટફોર્મ પર તમારા માટે કઇ કાર ઓછી કિંમતમાં અવેલેબલ છે.

મારુતિ સુઝુકી અલ્ટો

આમ તો મારુતિ સુઝુકી અલ્ટોની કિંમત આશરે 2,90,000 હોય છે પરંતુ ટ્રુ વેલ્યૂ પર તમે તેને ફક્ત 45,000માં ખરીદી શકો છો. આ પ્લેટફોર્મ પર મારુતી સુઝુકી અલ્ટોનું વર્ષ 2005નું મોડેલ અવેલેબલ છે જે અત્યાર સુધી 74525 કિલોમીટર ચાલી ચુકી છે.

મારુતિ વેગનઆર

મારુતિ વેગનઆર પણ અલ્ટોની જેમ જ ભારતની પોપ્યુલર હેચબેક કાર છે. વેબસાઇટ પર કારની કિંમત રૂપિયા 1,70,000 માગવામાં આવી રહી છે. વેબસાઇટ પર આ કારનુ વર્ષ 2011 મોડલ અવેલેબલ છે. આ કાર અત્યાર સુધી 93793 કિલોમીટર ચાલી ચુકી છે.   

Read Also

Related posts

ખેડૂતો આનંદોઃ પાક નિષ્ફળ જાય તો પણ ચિંતા ન કરતા, હવે સરકારે કરશે આર્થિક મદદ

Ankita Trada

ગોટાળો, લશ્કરે ડ્રોનના એન્જીન માટે 24 લાખ આપ્યા પણ એ જ એન્જીનના હવાઈદળે રૂ.87 લાખમાં ખરીદ કર્યું

Dilip Patel

ભારત બંધ – પંજાબ સરકારે કાળા કાયદાનો વિરોધ કરીને ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો, ગુજરાત સરકાર ખેડૂતોની માંગ સાથે નથી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!