GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મારૂતિની આ કાર તમારી પાસે તો નથી ને! : આ 3 કારના મોડલમાં છે ખામી, કંપની પાછી લઇ જશે

દેશની ઓટોમોબાઈલ દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ 60,000 થી વધુ વાહનોને રિકોલ (પરત મંગાવવાની) કરવાની જાહેરાત કરી છે. મારુતિ તેની સીઆઝ (Maruti Ciaz), અર્ટીગા (Maruti Ertiga) અને એક્સએલ 6 (Maruti XL6) પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ (SHVS) વેરિએન્ટ્સના 63,493 યુનિટ્સને રિકોલ કરી રહી છે. મારૂતીના આ ત્રણેય કારના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ વેરિએન્ટ્સના જે યુનિટને રિકોલ કરવામાં આવી છે, તેનું મૈન્યુફેક્ચરીંગ 1 જાન્યુઆરી-2019થી 21 નવેમ્બર-2019 વચ્ચે કરવામાં આવ્યું છે. મારુતિ આ કારના મોટર જનરેટર યુનિટ (MGU)માં સંભવિત ખામીને દૂર કરવા માટે આ કારોની તપાસ કરશે.

ખરાબ પાર્ટ્સનું ફ્રીમાં કરવામાં આવશે રિપ્લેસમેન્ટ

કંપનીએ જણાવ્યું હતું કે, મોટર જનરેટર યુનિટ (MGU)માં ઓવરસીઝ ગ્લોબલ પાર્ટ સપ્લાયર દ્વારા ઉત્પાદન દરમિયાન સંભવિત ખામી સર્જાઈ હોઈ શકે છે. મારુતિએ કહ્યું છે કે, આ ઘટના સ્વૈચ્છિક રીતે કાર પરત મંગાવવાની બાબત છે અને આ રિકોલ પ્રક્રિયા 6 ડિસેમ્બર 2019થી શરૂ કરાઈ છે. મારુતિએ કહ્યું છે કે, આ રિકોલની કામગીરીથી અસર પામેલા વાહન માલીકોનો કંપનીના ડિલર્સો સંપર્ક કરશે. કંપનીએ કહ્યું છે કે, જો અસર પામેલા પાર્ટ્સને રિપ્લેસ કરવા માટે વાહનને રાખવાની જરૂર પડે તો મારૂતી સુઝુકી ડિલરશિપ ઓનર્સ વાહનના માલિકને વૈકલ્પિક વાહન ઓફર કરવાનો પ્રયાસ કરશે.

ઓગસ્ટમાં રિકોલ કરવામાં આવી હતી

40,618 WagonR મારુતિએ એક નિવેદનમાં કહ્યું છે કે, “તેના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકીએ વાહનોના પરીક્ષણ માટે વાહનો રિકોલ કર્યા છે. પરીક્ષણ દરમ્યાન યોગ્ય જણાતા વાહનો તાત્કાલિક રિલિઝ કરી દેવામાં આવશે. જે ગાડીઓમાં પાર્ટ્સ બદલવાની જરૂર પડશે, તેનું રિપ્લેસમેન્ટ ફ્રીમાં કરવામાં આવશે. આ ઘટના મારુતિ સુઝુકીની સૌથી મોટી રિકોલ ઘટનામાંથી એક હોઈ શકે છે.

આ કારણે કરાઈ હતી રિકોલ

કંપનીને આ વર્ષે ઓગસ્ટમાં ઇંધણની નળીમાં સંભવિત ખામી ધ્યાને આવતા 40,618 WagonR (1.0 લિટર) રિકોલ કરી હતી. મારુતિ XL6 અને એર્ટિગાનું સરેરાશ માસિક વેચાણ અનુક્રમે 4,200 યુનિટ અને 7,000 યુનિટની આસપાસ છે. જો કે મારુતિ સીઆઝનું વેચાણ ઘટી રહ્યું છે. આ વર્ષે નવેમ્બરમાં કંપનીએ સિયાઝની 1,148 યુનિટનું વેચાણ કર્યું હતું. વાર્ષિક ધોરણે સિયાઝના વેચાણમાં 62 ટકાનો ઘટાડો નોંધાયો છે.

READ ALSO

Related posts

રાધનપુરમાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી, તૂટેલી કેનાલમાં પાણી છોડતાં ખેતરોમાં ફરી વળ્યા પાણી

Mansi Patel

સુશાંત અને દિશા સાલિયન આત્મહત્યા કેસમાં ભાજપના ધારાસભ્યે આ પોલીસ અધિકારી પર કાર્યવાહી કરવા કરી માંગ

pratik shah

સુશાંતની પૂર્વ મેનેજરના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરાયો આ દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!