ભારતીય માર્કેટમાં અફોર્ડેબલ અને સારા માઈલેજવાળી હેચબેક કારની ડિમાન્ડ હંમેશા રહે છે. આ સેગમેન્ટમાં મારુતિ Alto 800 લાંબા સમયથી લોકોની પસંદ રહી છે. હવે એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે, કંપની આ કારના નવા મોડલને માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. કંપની ઓલ્ટો ઉપરાંત Celerioના પણ નવા મોડલને માર્કેટમાં લોન્ચ કરશે.
એક અહેવાલ અનુસાર, મારુતિ સુઝુકી આ વર્ષે દેશમાં Celerio અને Alto 800 ને નવા અવતારમાં લોન્ચ કરશે. આ સાથે કંપની આગામી એક વર્ષની અંદર નવા SUV અને PUV મોડલ પણ લોન્ચ કરશે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામા આવી રહ્યું છે કે, આ વર્ષે માર્કેટમાં લગભગ 56 જેટલી નવી કાર આવી શકે છે. નિષ્ણાંતોના મતે આ વર્ષે દેશની ઓટો ઈન્ડસ્ટ્રી 28 ટકાના દરે આગળ વધી શકે છે. જે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ ગ્રોથ હશે. વર્ષ 2010માં દેશનું ઓટો સેક્ટર 30 ટકાના દરે આગળ વધ્યું હતું. નવી ઓલ્ટો 800ને કંપનીએ ખાસ HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરી શકે છે. આ નવું પ્લેટફોર્મ કંપનીની કારોમાં જાણીતું છે.


શું છે HEARTECT પ્લેટફોર્મ
આ પ્લેટફોર્મની વાત કરીએ તો તે વાહનના વજનને ઓછું બનાવી રાખવાની સાથે વધુ માઈલેજ આપવાનું કામ કરે છે. આ સાથે અવાજ અને પ્રદૂષણના સ્તરને પણ ઘટાડે છે. તેમા નવી ટેક્નિક અને ફીચર્સ પણ સામેલ કરવામા આવશે. આ પ્લેટફોર્મ પર કંપનીએ પોતાની નવી WagonR પણ તૈયાર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કારના એક્સટીરિયર અને ઈન્ટિરિયરને પણ વધુ સારું બનાવશે.
નવા મોડલ્સમાં કંપની આપી શકે છે આ ફિચર્સ
એવું મનાય છે કે, કંપનીના ટોપ મોડલમાં ટચ સ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામા આવશે. જે સ્માર્ટફોનથી પણ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત તેમાં એન્ડ્રોઈડ ઓટો, એપ્પલ કાર પ્લે અને બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ મળશે. આ નવી કારમાં કંપની ડ્યુઅલ એરબેગ, એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન, રિવર્સ પાર્કિંગ સેન્સર, ડ્રાઈવર અને કો-ડ્રાઈવર માટે સીટ બેલ્ટ રિમાન્ડર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામા આવશે.
કંપની આ કારમાં 796સીસીની ક્ષમતાનું એન્જિન વાપરી શકે છે જે 48bhpનું પાવર અને 69Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ કાર મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ સાથે બજારમાં ઉપલબ્ધ રહેશે. જોકે હાલ આ કાર વિશે સત્તાવાર કોઈ માહિતી જાહેર કરવામા આવી નથી. પરંતુ તેના લોન્ચ બાદ માર્કેટમાં નવા મોડલની કિંમત વર્તમાન મોડલથી વધુ જ રહેશે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…