GSTV

Maruti Suzuki સર્વિસ ફેસ્ટિવલ: ડિસ્કાઉન્ટ પર લઈ શકો છો પાર્ટસ/ એક્સેસરી, ફ્રી કાર વૉશની પણ ઓફર

નવરાત્રીનો તહેવાર શરૂ થવાની સાથે જ દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ ગઈ છે. ફેસ્ટિવ સિઝનમાં, વિવિધ બ્રાન્ડ ગ્રાહકોને આકર્ષવા માટે આકર્ષક ઓફર આપે છે. આ સમય દરમિયાન, ઓટોમોબાઈલ કંપનીઓ પણ પાછળ રહેતી નથી. દેશની નંબર વન કાર કંપની મારુતિ સુઝુકી પણ આવી જ ઓફર આપી રહી છે. મારુતિએ સર્વિસ ફેસ્ટિવલ કેમ્પેઈનની જાહેરાત કરી છે.

Maruti Suzuki

આ કેમ્પેઈનના ફાયદાનો લાભ લઈને, કંપનીના હાલના ગ્રાહકો તેમની જૂની મારુતિ કારને સસ્તીમાં નવો અવતાર આપી શકે છે. મારુતિ સુઝુકીની સર્વિસ ફેસ્ટિવલ 20 નવેમ્બર 2020 સુધી ચાલુ છે. આ કંપનીની નેક્સા અને એરેના વર્કશોપ બંને માટે લાગુ છે.

શું છે ઓફર

આ કેમ્પેઈન અંતર્ગત વિવિધ પ્રકારની ઓફર્સ આપવામાં આવી રહી છે. તેનો ફાયદો પેડ સર્વિસ લેબર ચાર્જ પર, પાર્ટસ અથવા એક્સેસરીઝ પર ડિસ્કાઉન્ટ તરીકે અને એક્સટેન્ડેડ વોરંટીના મામલામાં લઈ શકાય છે. સર્વિસ ફેસ્ટિવલનો લાભ લેવા માટે મારુતિ સુઝુકી ગ્રાહકે તેમની કાર સર્વિસનું પ્રીબુક કરાવવી પડશે. સર્વિસ ફેસ્ટિવલ હેઠળ કાર સર્વિસ બુક કરાવનારા અથવા પોતાની કારને ચેક કરાવવા માટે લાવનારા દરેક ગ્રાહકોને કોમ્પ્લિમેંટરી કાર ટોપ વોશ અથવા ડ્રાઈ વોશ મળશે. આ સર્વિસ ફેસ્ટિવલ મારુતિ સુઝુકીને તેના જૂના ગ્રાહકો સાથે જોડાવાની એક શ્રેષ્ઠ તક છે.

20 વર્ષ જુની થઈ અલ્ટો

મારુતિ સુઝુકીની એન્ટ્રી લેવલ કાર અલ્ટોએ હાલમાં જ બે દાયકા એટલે કે 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 20 વર્ષમાં, કંપનીએ અલ્ટોના 40 લાખથી વધારે યુનિટ વેચ્યા છે. અલ્ટો છેલ્લા 16 વર્ષથી ભારતમાં સૌથી વધુ વેચાયેલી કાર છે. તે પ્રથમ વખત કાર ખરીદનારાઓનું પ્રિય મોડેલ છે. અલ્ટોની એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 294800 રૂપિયાથી શરૂ થાય છે. તે પેટ્રોલ અને સીએનજી વર્ઝનમાં આવે છે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!