મારુતિ સુઝુકીએ કારોની કિંમતમાં રૂ.૧૦,૦૦૦ સુધીનો વધારો જાહેર કર્યો, આપ્યું આ કારણ

દેશની અગ્રણી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીએ પસંદગીની કારની કિંમતમાં રૂ.૧૦,૦૦૦ સુધીનો વધારો જાહેર કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, કોમોડિટીના ભાવ વધતા અને ફોરેન એક્સચેન્જ રેટને કારણે ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ભાવ વધારામાં સુપર કેરી કોમર્શિયલ વ્હિકલનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ઊંચા વ્યાજદરને કારણે કારની કિંમત ઉપર નકારાત્મક અસર કરશે

વર્ષની શરૂઆતમાં કોમોડિટી અને ફોરેન એક્સચેન્જના રેટમાં ફેરફાર થવાને કારણે કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં ફ્યૂઅલ કોસ્ટ અને અન્ય ટ્રાન્સપોર્ટેશનને કારણે કારની કિંમત પહેલાથી વધારે છે. બીજી બાજુ ઊંચા વ્યાજદરને કારણે કારની કિંમત ઉપર નકારાત્મક અસર કરશે. કોમોડિટીના ભાવ વધવાને કારણે કારની કિંમત ઉપર સૌથી વધારે અસર થઈ છે. મારુતિ સુઝુકી તેની નવી જનરેશનની વેગનઆર લઈને આવી રહી છે. જેનો હેચબેક મોડલ ર૩ જાન્યુઆરીના રોજ લોન્ચ થવાનો છે. કંપની દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો આજથી અમલી બનશે.

  • મારૂતી ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે. તે એન્ટ્રી લેવલની અલ્ટોથી લઈને પ્રિમિયમ સેગમેન્ટની એસક્રોસ જેવી કાર વેચે છે. રાજધાની દિલ્હીમાં આ કારની કિંમત રૂપિયા 2.53 લાખથી લઈને 11.45 સુધીની છે. 
  • મારૂતીએ ડિસેમ્બરમાં જ એવી ઘોષણા કરી હતી કે, નવા વર્ષમાં કારની કિંમતમાં વધારો થવાનો છે. કંપનીએ આ ભાવ વધારાનું કારણ રો-મટિરિયલનાં ભાવમાં વધારો અને મની એક્સચેન્જનાં રેટમાં વધારાને ગણાવ્યું છે. જેના પગલે પ્રોડક્શન કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે. જેથી કારની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કંપનીએ લીધો છે.  
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter