GSTV
Home » News » વર્ષોથી ચાલી રહેલી ઓટો કંપનીએ સ્થાનિક બજારમાં પોતાનું ગુમાવ્યું સ્થાન

વર્ષોથી ચાલી રહેલી ઓટો કંપનીએ સ્થાનિક બજારમાં પોતાનું ગુમાવ્યું સ્થાન

સ્થાનિક બજારમાં ઓટો મેકર મારૂતિ સુઝુકી ઈન્ડિયા અને ટાટા મોટર્સના હિસ્સામાં ઘટાડો થયો છે. જ્યારે હ્યુન્ડાઈ અને મહિન્દ્રાના બજાર હિસ્સામાં વધારો થયો છે એવું સિયામના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાનું માર્કેટ શેર બે ટકા ઘટીને પ૦ ટકાની નીચે પહોંચી પહોંચી ગયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીએ પ,પપ,૦૬૪ નંગનું વેચાણ કર્યુ છે તેની તુલનાએ અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ૭,પ૭,ર૮૯ નંગનું વેચાણ કરવામાં આવ્યુ હતું. ગત વર્ષે મારૂતિ સુઝુકીનો બજારમાં હિસ્સો પર.૧૬ ટકા હતો જે હવે ઘટીને ૪૯.૧૩ ટકા થયો છે. એપ્રિલથી ઓગસ્ટના દરમિયાન પેસેન્જર વ્હિકલનું વેચાણ ૧૧,૦૯,૯૩૦ નંગ થયુ છે તેની તુલનાએ અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ૧૪,પ૧,૬૪૭ નંગ વેચાણ થયુ હતું.

હાલ મારૂતિની અર્ટિગામાં વેઈટિંગ પિરિયર્ડ મળી રહ્યો છે. હાલ ગ્રાહકો એસયુવી સેગ્મેન્ટની પસંદગીમાં ફેરફાર થયો છે તેઓ પેટ્રોલ કારને વધારે પસંદ કરી રહ્યા છે. આવી જ રીતે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ટાટા મોટર્સે ૬૦,૦૯૩ નંગનું વેચાણ કર્યુ છે જ્યારે ગત વર્ષ ૯૮,૭૦ર નંગનું વેચાણ કરવામાં આવ્યુ હતું.

ગત વર્ષે કુલ પેસેન્જર વ્હિકલ માર્કેટમાં ટાટા મોટર્સનો હિસ્સો ૬.૭૯ ટકા હતો જે ચાલુ વર્ષે ૧.૩૯ ટકા પ.૪૧ ટકા થયો છે. બીજી બાજુ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો બજારમાં હિસ્સો વધીને ર.૭૭ ટકા થયો છે. હ્યુન્ડાઈએ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમા ર,૦૩,૭ર૯ નંગનું વેચાણ કર્યુ છે તેની તુલનાએ અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ર,ર૬,૩૯૬ નંગનું વેચાણ થયુ હતું. મહત્ત્વની વાતએ છે કંપનીના વેચાણમાં ઘટાડો થયો હોવા છતાં બજારમાં હિસ્સો વધ્યો છે.

Read Also

Related posts

મોંઘવારીની વધુ એક માર જીલવા તૈયાર રહો, દવાઓ બાદ હવે TV, AC અને ફ્રિઝ થશે મોંઘા

Pravin Makwana

જલ્દી OTP નહી પણ શરીરના આ ભાગને સ્કેન કરવાથી થશે પૈસાનું ટ્રાન્જેક્શન, RBI કરી રહી છે નવી યોજનાની તૈયારી

Ankita Trada

આ કંપની 199 રૂપિયામાં આપી રહી છે 4500GB ડેટા, જો જો આવો મોકો ના ચૂકતા!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!