GSTV
Home » News » જો તમારી પાસે આ કાર હોય તો તરત જ કંપનીનો કરો સંપર્ક, કારમાં છે મોટી ખરાબી

જો તમારી પાસે આ કાર હોય તો તરત જ કંપનીનો કરો સંપર્ક, કારમાં છે મોટી ખરાબી

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ શુક્રવારે ઘોષણા કરી છે કે તે મિની એમપીવી કારમાં આવતી ખરાબીને દૂર કરશે. કંપનીએ તેના માટે વેગન આર કારને રિકૉલ કરી છે. કંપનીએ વેગન આર કારને રિકૉલ કરવા માટે કાયદેસરનું કેમ્પેઇન સ્ટાર્ટ કર્યુ છે.

1.0 લીટરની વેગન આરમાં ખરાબી

મારુતિએ શુક્રવારે જણાવ્યું કે તેની 1.0 લીટર વાળી વેગન આરમાં ખરાબી આવી રહી છે જેના કારણે કંપનીએ રિકૉલ કેમ્પેઇન શરૂ કરી દીધું છે. આ કારોએ 15 નવેમ્બર, 2018થી લઇને 12 ઓગસ્ટ 2019 વચ્ચે બનાવવામાં આવી છે.

40,618 વેગન આર કારનું નિરિક્ષણ

રિકૉલ કેંપેન અંતર્ગત કારોમાં ખાસ સ્પેરપાર્ટ્સના કારણે આવેલી સમસ્યાને દૂર કરવા માટે વૈશ્વિક સ્તરે અભિયાન ચલાવવામાં આવે છે જેથી તેની સુરક્ષામાં કોઇ મુશ્કેલી ન આવે. કંપનીએ આ દરમિયાન 1.0 લીટર વાળી 40,618 વેગન આર કારનું નિરિક્ષણ કરશે. કંપનીએ જણાવ્યા અનુસાર કારના મેંટલ ક્લેંપ સાથે જોડાયેલ ફ્યૂલ હૉજ ફૉલિંગ પાર્ટમાં સમસ્યા છે.

24 ઓગસ્ટ, 2019થી શરૂ

કંપની આ કારને રિપેર કરવાનું અભિયાન 24 ઓગસ્ટ, 2019થી શરૂ કરશે અને જે લોકોએ આ સમયગાળા દરમિયાન વેગન આર ખરીદી છે, તે કંપનીના ડીલર્સનો સંપર્ક કરી શકે છે. કંપનીના ડીલર્સ આ પાર્ટનું નિરિક્ષણ કરીને તેને ફ્રીમાં બદલી આપશે.

કેવી રીતે કરશો ચેક

આ ઉપરાંત ગ્રાહક કંપનીની વેબસાઇટ https://www.marutisuzuki.com/important-information-for-customers પર પણ સંપર્ક સાધી શકે છે. જે બાદ તેમાં ગાડીની MA3થી શરૂ થનાર 14 અંકોના અલ્ફા-ન્યૂમેરિક ચેરિસ નંબર નાખવાનો રહેશે. જો પાર્ટ બદલવાની જરૂર હશે તો સ્ક્રીન પર લખાઇને આવશે. આ ઉપરાંત ચેરિસ નંબરને વાહનની નંબર પ્લેટ ઉપરાંત રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ દ્વારા પણ મેળવી શકો છો.

Read Also

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!