GSTV
Home » News » મારુતિ સુઝુકી દ્વારા સતત 9માં મહિને પ્રોડક્શન-કટ, ઓક્ટોબરમાં 20% ઘટ્યું

મારુતિ સુઝુકી દ્વારા સતત 9માં મહિને પ્રોડક્શન-કટ, ઓક્ટોબરમાં 20% ઘટ્યું

ઓટો કંપનીઓની સ્થિતિ દિવસને દિવસે કથળી રહી છે. ભારતની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકીએ ઓક્ટોબર મહિનામાં પણ વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે જે સતત 9માં મહિને પ્રોડક્શન-કટ છે. કંપનીએ વાર્ષિક તુલનાએ ઓક્ટોબર મહિનામાં વાહનોના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. મારુતિ સુઝુકીએ ઓક્ટોબર 2018ના 1,50,497 વાહનોની સામે ઓક્ટોબર 2019માં 1,19,337 વાહનોનું ઉત્પાદન કર્યું છે. કંપની દ્વારા પેસેન્જર વાહનોનું કુલ પ્રોડક્શન વર્ષ પૂર્વેના 1,48,318 યુનિટથી 20.85% ઘટીને 1,17,383 યુનિટ રહી ગયું છે.

તેમાં કોમ્પેક્ટ અને નાના વાહનો (જેમાં ડિઝાયર, બલેનો, સ્વિફ્ટ, સિલેરિયો, ઇગ્નિસ, અલ્ટો અને ન્યૂ વેગનઆર સામેલ છે)નું મેન્યુફેક્ચરિંગ 21.57 ટકા ઘટીને 85,064 યુનિટ નોંધાયું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ આ સેગમેન્ટના 1,08,462 વાહનોનું ઉત્પાદન કર્યું હતું. તો બીજી બાજુ બ્રિઝા, અર્ટિગા, એક્સએલ-6, એસ-ક્રોસ જેવા યુટિલિટી વ્હિકલ્સનું વેચાણ નામ માત્ર વધીને 22,736 યુનિટ રહ્યું છે જ્યારે ઓક્ટોબર 2018માં 22,526 યુનિટ યુટિલિટી વાહનો વેચાયા હતા. જ્યારે કંપનીએ ગત મહિને ઓમની ઇકોનું ઉત્પાદન 45 ટકા ઘટાડ્યું અને તેના 7661 યુનિટ બનાવ્યા છે. મારુતિ સુઝુકી ગુજરાતના હાંસલપૂરમાં બે પ્લાન્ટ ધારવે છે.

જ્યાં કુલ વ્હિકલ પ્રોડક્શનની 5 ટકા ગાડીઓનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો બીજી બાજુ કંપનીના ત્રીજા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે, જ્યાં દર વર્ષે અઢી લાખ ગાડીઓનું ઉત્પાદન થશે. સુઝુકીએ આ નવા પ્લાન્ટની કામગીરી ધીમી કરી દીધી છે. નોંધનિય છે કે, બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર અને તહેવારોની સિઝનને પગલે મારુતિ સુઝુકીના માસિક વેચાણમાં વધારો થયો છે. વાર્ષિક સરખામણીએ ઓક્ટોબર મહિનામાં મારુતિ સુઝુકીનું વેચાણ 4.5 ટકાની વૃદ્ધિમાં 1,53,435 યુનિટ નોંધાયું છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ 1,46,766 યુનિટ વાહનોનું વેચાણ થયું હતું.

READ ALSO

Related posts

3,300 કરોડના હવાલા રેકેટનો થયો પર્દાપાશ, આઈટીએ 42 જગ્યાએ પાડ્યા દરોડા

Arohi

ગુજરાતમાં ટ્રાફિક પોલીસ માટે આવ્યા નવા નિયમો, રાજકોટ અને અમદાવાદમાં આજથી થશે અમલ

Nilesh Jethva

પાર્લામેન્ટ કમિટી ઓન ફાઇનાન્સમાં મનમોહન સિંહને જગ્યા મળે માટે કોંગ્રેસના નેતાએ આપ્યું રાજીનામુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!