GSTV
Gujarat Government Advertisement

વાહ! મારૂતિ લૉન્ચ કરશે Altoથી પણ સસ્તી કાર! કિંમત જાણીને ખુશ થઇ જશો, ફીચર્સ પણ હશે નવા જમાનાના

Alto

Last Updated on June 11, 2021 by Bansari

Maruti Cheapest Car:દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી તેની સૌથી સસ્તી કાર લાવવાની છે. મીડિયા રિપોર્ટ્સમાં આ કાર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત મારુતિ અલ્ટો કરતાં પણ ઓછી હશે.

4 લાખમાં મારુતિની નવી કાર

મારુતિ સુઝુકીની સૌથી સસ્તી કાર અલ્ટો છે, પરંતુ મારુતિ હવે એક વધુ સસ્તી કાર લઇને આવી રહી છે જે વધુ સસ્તી પણ હશે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૌથી સસ્તી કારની કિંમત લગભગ 4 લાખ હોઈ શકે છે.

Alto

મારુતિની સૌથી સસ્તી કાર!

મારુતિ સુઝુકીની આ કાર કાં તો રિપ્લેસમેન્ટ હશે અથવા અલ્ટોનું નવું વર્ઝન હશે. મતલબ કે તેને નવા લુકમાં લોન્ચ કરી શકાય છે. કારણ કે અલ્ટો હવે જૂની કાર થઇ ચુકી  છે.

અલ્ટો કરતા વધુ સારા ફીચર્સ હશે

મારુતિની આ નવી નાની કારમાં મારૂતિ અલ્ટો કરતા વધુ સારા ફીચર્સ હશે, ખાસ કરીને તેના એસી વેરિએન્ટમાં. મારુતિ આ કારની તૈયારીમાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં જ તેની લોન્ચિંગની ઘોષણા કરી શકે છે. હમણાં મારુતિ અલ્ટોનું ટોપ મોડેલ 4.16 લાખ (એક્સ-શોરૂમ-નોઈડા)માં આવે છે.

Alto

અલ્ટોનું નવું વર્ઝન પણ હોઈ શકે છે

જોકે, મારુતિ સુઝુકીને આ નવી કારને અલ્ટોના નવા વર્ઝન તરીકે રજૂ કરવાની તક પણ છે, કારણ કે મારુતિ પોતાની ગાડીઓને Heartect પ્લેટફોર્મ પર શિફ્ટ કરી રહી છે. આવી સ્થિતિમાં મારુતિનું નવું Alto જેને S-presso  પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે તેને Heartect પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું જોઈએ.

એન્જિન અને ફીચર્સ

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કાર 1000 સીસી એન્જિન સાથે આવશે, તેના ટોપ વેરિયન્ટમાં પાવર વિંડોઝ જેવા ઉમદા ફીચર્સ હોઈ શકે છે. તેમજ કારમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપી શકાય છે. આ નવી કારમાં Android Auto અને Apple Car Play કનેક્શન પણ જોઇ શકાય છે, જેથી તમે નેવિગેશન, કોલિંગ જેવા ફીચર્સનો આનંદ લઈ શકો.

Alto

WagonR ઇલેક્ટ્રિકનું પણ ટેસ્ટિંગ થયું

દરમિયાન, મારુતિ તાજેતરમાં વેગનઆરના ઇલેક્ટ્રિક વર્ઝનનું ટેસ્ટિંગ કરતા જોવા મળી હતી. જોકે, તે જાણી શકાયું નથી કે મારુતિ ઇલેક્ટ્રિક કાર લોંચ કરશે કે નહીં, કેમ કે ટોયોટા લોગો વેગનઆર ઇલેક્ટ્રિકના વ્હીલ પર જોવા મળી રહ્યો છે. તો બની શકે કે ટોયોટા તેને મારુતિને બદલે લોન્ચ કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ડિવોર્સ બાદ ફરી પ્રેમમાં પડી રણબીર કપૂરની આ હૉટ હિરોઇન, રિલેશનશિપને લઇને કર્યો મોટો ખુલાસો

Bansari

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!