મારુતિ સુઝુકી ગયા વર્ષે તેના ત્રીજા પ્રોડક્શન પ્લાન્ટ માટે ચર્ચામાં હતી અને એવી અટકળો થઈ હતી કે કંપનીની નવી મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી હરિયાણામાં સ્થાપવામાં આવશે. હવે મારુતિ સુઝુકીએ પુષ્ટિ કરી છે કે આ નવા પ્રોડક્શન પ્લાન્ટ માટે જમીન અલોટમેન્ટ કરવામાં આવી છે. આ નવો પ્લાન્ટ સેનીપત નજીક ખરખોડા ખાતે સ્થપાશે, જે 800 એકરમાં ફેલાયેલો હશે. જ્યારે મારુતિ સુઝુકીએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે નવો પ્લાન્ટ કંપનીનો સૌથી મોટો પ્રોડક્શન પ્લાન્ટ હશે.

11,000 કરોડનું રોકાણ
આ પહેલો પ્લાન્ટ હશે જેમાં વાર્ષિક 2.5 લાખ વાહનોનું ઉત્પાદન થશે અને જો યોગ્ય સમયે તમામ મંજૂરીઓ મળી જશે તો તે કદાચ 2025 સુધીમાં તૈયાર થઈ જશે. મારુતિ સુઝુકી આ પ્લાન્ટ બનાવવાના પ્રથમ તબક્કામાં રૂ. 11,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે આ પ્લાન્ટમાં ઉત્પાદન વધારવાની ક્ષમતા પણ હશે અને આવનારા સમયમાં તેમાં જરૂરિયાત મુજબ નવી પ્રોડક્શન લાઈન લગાવી શકાય છે. હાલમાં મારુતિ સુઝુકીના હરિયાણામાં બે પ્રોડક્શન પ્લાન્ટ છે જે માનેસર અને ગુરુગ્રામમાં સ્થિત છે. આ ઉપરાંત ગુજરાતમાં એક પ્રોડક્શન પ્લાન્ટ પણ છે જેની માલિકી સુઝુકી પાસે છે.
કયા પ્લાન્ટમાં બને છે કોર સી કાર?
મારુતિ સુઝુકી પાસે તેની ગુરુગ્રામ ફેસેલિટીમાં ત્રણ ઉત્પાદન પ્લાન્ટ છે જે Alto 800, WagonR, Ertiga, XL6, S-Cross, Vitara Brezza, Ignis અને Eeco નું ઉત્પાદન કરે છે. વિદેશમાં નિકાસ માટે જીમ્નીનું પ્રોડક્શન 2021થી આ પ્લાન્ટમાં શરૂ થયું છે. કંપનીનો માનેસર પ્લાન્ટ 2007માં બનાવવામાં આવ્યો હતો જ્યાં અલ્ટો, સ્વિફ્ટ, સિયાઝ, બલેનો અને સેલેરિયોનું ઉત્પાદન થાય છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સેમિકન્ડક્ટર ચિપની અછતને કારણે ગ્રાહકોને મારુતિ સુઝુકીની કાર પર લાંબી વેટિંગ આપવામાં આવી રહી છે, આ સિવાય પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાન આંબી જવાના કારણે પણ CNG કારની માંગમાં વધારો જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રાહકો પોતાની CNG કારની ડિલીવરીની રાહ જોઈ રહ્યા છે.
READ ALSO:
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત