GSTV

આ કંપનીએ આપી ગ્રાહકોને દિવાળી ગિફ્ટ, નવી કિંમત જાણી આજે જ બુક કરાવશો કાર પાક્કું

Last Updated on September 27, 2019 by pratik shah

કોરપોરેટ ટેક્સ ઓછો કર્યા બાદ, દેશની સૌથી મોટી કાર કંપની મારુતી સુઝુકીએ સૌથી પહેલા ગાડીઓના ભાવ ઘટાડીને ગ્રાહકોને આપી દિવાળીની ગિફ્ટ. કંપનીએ તેના 9 મોડલ્સ પર 5,000 રૂપિયા ઓછા કર્યા છે. જુઓ કંપનીએ કઈ ગાડીઓ પર ઓછા કર્યા છે ભાવ.
આ મોડલ્સના ભાવ ઓછા કર્યા છે
મારુતિ સુઝુકીએ પોતાની Arena રેન્જમાં ઓલ્ટો 800, ઓલ્ટો K10, સ્વિફ્ટ ડીઝલ, સિલેરિયો, ડિઝાયર ડીઝલ અને વિરાટા બ્રેજાની કિંમતમાં 5,000 રૂપિયા ઓછા કર્યા છે. આ બધી ગાડીઓમાં માસ સેગમેન્ટને ટારગેટ કરે છે, એમાં જે લોકો આ ગાડીઓ ખરીદવાનું વિચારી રહ્યા છે તેના માટે ફાયદાકારક છે.

ઓલ્ટોની નવી કિંમત
ઓલ્ટોની નવી કિંમત 2.89 લાખ રૂપિયા થઈ ગઈ છે, જેની જૂની પ્રાઈસ 2.94 લાખ રૂપિયા હતી.
ઓલ્ટો K10ની નવી કિંમત
ઓલ્ટો K10ની નવી કિંમત 3.61 લાખ રૂપિયા થઈ ગઈ છે. કિંમત ઓછી થવા પર તેની કિંમત 3.66 લાખ રૂપિયા હતી.
સિલેરિયોની નવી કિંમત
ભાવ ઓછા થયા પહેલાં સિલેરિયોની કિંમત 4.31 લાખ રૂપિયા હતી, જે હવે 4.26 લાખ રૂપિયા થઈ ગઈ છે.
સ્વિફ્ટની નવી કિંમત
સ્વિફ્ટ ડીઝલની કિંમત પહેલા 7.03 લાખ રૂપિયા હતી, પરંતુ કિંમત ઓછી થયા બાદ 6.98 લાખ રૂપિયા થઈ ગઈ છે.

ડિઝાયર ડીઝલની નવી કિંમત
કિંમત ઓછી થયા પછી ડિઝાયર ડીઝલની કિંમત 6.67 લાખ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલાં 6.72 લાખ રૂપિયા હતી.
વિટારા બ્રેઝાની કિંમત
વિટારા બ્રેઝાની નવી કિંમત 7.68 લાખ રૂપિયા હતી, જે ઓછી થઈને 7.63 લાખ રૂપિયા થઈ ગઈ છે.
બલેનો ડીઝલની નવી કિંમત
ભાવ ઘટ્યા પછી બલેનોની કિંમત 6.69 લાખ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે પહેલાં તેની કિંમત 6.74 લાખ રૂપિયા હતી.
ઈગ્નિસની નવી કિંમત
ઈગ્નિસની નવી કિંમત 4.74 લાખ રૂપિયા છે. જે પહેલાં 4.79 લાખ રૂપિયા હતી.
એસ-ક્રોસની નવી કિંમત
એસ-ક્રોસની નવી કિંમત પહેલાં 8.86 લાખ રૂપિયા હતી, હવે ઓછી થયા પછી 8.81 લાખ રૂપિયામાં મળશે.

Read Also

Related posts

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana

Banking Alert / બેંક ગ્રાહકો થઇ જાય સાવધાન! જો તમારા ફોનમાં છે આ એપ્લિકેશન તો તરત કરી દો ડિલીટ, નહીંતર અકાઉન્ટ થઇ જશે ખાલી: જુઓ લિસ્ટ

Vishvesh Dave

Automobile / Tataની સસ્તી SUV મચાવશે ધમાલ! 5 લાખ રૂપિયા હોઈ શકે છે કિંમત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!