GSTV
Gujarat Government Advertisement

Maruti Suzuki લોન્ચ કરી રહી છે નવી કાર, જઈ શકશો ફેમિલી સાથે આરામથી ફરવા

Last Updated on July 11, 2019 by

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી તેના નવા MPVને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની નવી 6 સીટર MPVને ભારતમાં 21 ઓગસ્ટ લોન્ચ કરશે. નવી MPVને કંપની તેના પ્રીમિયમ ડિલરશિપ નેક્સાથી વેચવામાં આવશે.

થોડા સમય પહેલા અંદાજો લગાવવામાં આવ્યો હતો કે કંપની અર્ટિગાને 6 સીટરમાં લાવશે. હવે સમાચાર એવા મળ્યા છે કે નવું મોડલ અર્ટિગાનું બેસ્ટ નહીં હોય. ત્યારે ઓટો એક્સપર્ટ માને છે કે મારુતિ પાસે અત્યારે અર્ટિગા જ એક એવી કાર છે જેના પર કેપ્ટન સીટ લગાવી શકાય છે બાકી બીજી અન્ય ગાડીઓમાં આ સુવિધા મળતી નથી.

અહેવાલ અનુસાર નવું મોડલ હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર આધારિત હોઈ શકે છે. માનવામાં આવે છે કે મારુતિની નવી 6 સીટર MPVમાં 1.5 પેટ્રોલ મળી શકે છે, આ એજ અન્જિન છે જે અત્યારના સમયે સિયાઝ અને અર્ટિગાને પાવર આપે છે. આ એન્જિન 104psનો પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે નવું અન્જિન બીએસ-6 એમિશન નોર્મ્સ વાળું હશે. નવા મોડલની લગભગ કિંમત 8થી 9 લાખ રૂપિયા હોઈ શકે છે. મારૂતિ સુઝુકી નવા મોડલમાં સેફ્ટી પર પણ પૂરું ધ્યાન આપશે. કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અને EBD, એરગેસ જેવા ફીચર્સ સ્ટેન્ડર્ડમાં હશે. એ ઉપરાંત પણ તેની ડિઝાઈનમાં ઘણો ફેરફાર જોવા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!