GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

આજકાલ ભારતમાં ઓછા બજેટની MPVનું ચલણ છે. લોકો હવે હેચબેત કારથી યુટિલિટી વાહનોની જેમ આકર્ષિત થતી જોવા મળે છે. તાજેતરમાં Triber અને મારૂતિ સુઝુકી S-Presso જેવી ઓછી કિંમત વાળી કારોએ એન્ટ્રી મારી છે. જ્યારે Datsun Go Plus એટલા કમ બજેટમાં ધીરેધીરે ઝડપ પકડી રહી છે.

એવામાં મારૂતિ સુઝુકીએ 3.61 લાખ રૂપિયામાં પોતાની સીટર MPVને બજારમાં ઉતારી છે. મારૂતિ સુઝુકીએ તેની લોકપ્રિય Eecoને હવે નવા સેફ્ટી ફીચર્સ સાથે બજારમાં ઉતારી છે. ક્રેશ ટેસ્ટ compliant નવી Eecoની કિંમતમાં પણ નફો થયો છે. એટલે કે મોડલ 6000 રૂપિયાથી લઈ 9000 રૂપિયા સુધી મોંઘી થશે. નવી Eecoની દિલ્લીમાં એક્સ-શો રૂમ કિંમત 3.61 લાખ રૂપિયાથી શરૂ થશે.

તેના એન્જિનની વાત કરીએ તો Eecoમાં 1196ccનું ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન લાગેલું છે જે 73hpની તાકાત અને 101Nmનું ટોર્ક આપે છે, એ ઉપરાંત તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબિક્સ સુવિધા છે. તેમાં લાગેલું એન્જિન પાવરફુલ હોવાની સાથે ઘણી સારી કિંમતમાં પણ છે. મારૂતિ Eeco પર્સનલ અને કમર્શિયલ બંને માટે ઉપયોગ કરવામાં આવે છે.

તેનું એન્જિન વેન જેવું છે, સિંપલ ડિઝાઈન છે, પરંતુ સ્ટાઈલ કંઈ જ નથી. તેમાં 5,6, અને 7 લોકો બેસી શકે તેવું ઓપ્શન મળશે, તમે તેને જરૂરતના હિસાબથી સેટ કરી શકો છો. નવી મારૂતિ Eecoમાં સેફ્ટી માટે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ+ EBD, ડ્રાઈવર સાઈડ એરબેગ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ સ્ટેંડર્ડ છે, એ ઉપરાંત તેમાં BS6 એન્જિન આગલા વર્ષે આવશે. તાજેતરમાં મારૂતિ સુઝુકીએ પોતાની નવી મિની SUV, એસ-પ્રેસોને ભારતમાં લોન્ચ કરી છે, જેમાં ગ્રાહકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!