GSTV
Auto & Tech Trending

કાર ખરીદવાનું વિચારો છો તો જરૂર વાંચજો, Maruti Suzuki જૂલાઈ મહિનામાં આપી રહી છે તોતિંગ ડિસ્કાઉન્ટ

ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ધીમે ધીમે પાટા પર પાછી ફરી રહી છે. કંપનીઓએ પોતાના પ્લાન્ટ શરૂ કર્યા છે. જૂનના મહિનામાં કારના વેચાણમાં પણ મે મહિના કરતા વધુ વધારો થયો હતો. વેચાણ વધારવા માટે કંપનીઓ કાર પર વિવિધ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જૂનની જેમ, જુલાઈમાં મારુતિ સુઝુકીની એરેના ડીલરશીપથી વેચાયેલી કાર પર રૂ 53,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. ચાલો જાણીએ કે આ મહિનામાં મારુતિની કંઈ કાર પર તમને કેટલા રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.

અલ્ટો

મારુતિની આ નાની કાર પર 35 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 18 હજાર રૂપિયાની કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયા એક્સચેંજ બોનસ અને 2 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. આ ઓફર અલ્ટોના બંને પેટ્રોલ અને સીએનજી વર્ઝન પર છે. તેની કિંમત રૂપિયા 2.94 લાખથી 4.36 લાખ રૂપિયાની વચ્ચે છે.

એસ પ્રેસો

મારુતિની માઇક્રો એસયુવી પર 48 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જેમાં 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ અને 3 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. મારુતિ એસ-પ્રેસોની કિંમત 3.70 લાખ રૂપિયાથી 5.13 લાખ રૂપિયાની વચ્ચે છે.

મારુતિ ઇકો

આ મહિનામાં મારુતિ ઇકો પર 32 હજાર રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. જેમાં 10 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ અને 2 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. ઇકોની કિંમત 3.80 લાખ રૂપિયાથી 4.95 લાખ રૂપિયાની વચ્ચે છે.

સેલેરિયો

સેલેરિયો પર 53 હજાર રૂપિયા સુધીના ફાયદો મળી શકે છે. જેમાં 30 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ અને 3 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. આ ઓફર્સ સેલેરિયા અને સેલેરિયો એક્સ બંને પર છે. સેલેરિયોની કિંમત 4.41 લાખ રૂપિયાથી 5.68 લાખ રૂપિયા છે, જ્યારે સેલેરિયો એક્સની કિંમત 4.90 લાખ રૂપિયાથી 5.67 લાખ રૂપિયાની વચ્ચે છે.

વેગનઆર

મારુતિની આ લોકપ્રિય કાર ઉપર 32 હજાર રૂપિયા સુધીના ફાયદા મળી રહ્યા છે. જેમાં 10 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ અને 2 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. વેગનઆરની કિંમત 4.45 લાખ રૂપિયાથી 5.94 લાખ રૂપિયા છે.

સ્વિફ્ટ

તમે આ મહિને સ્વીફ્ટ પર 37 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જેમાં 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ અને 2 હજાર રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. સ્વિફ્ટની કિંમત 5.19 લાખથી 8.02 લાખ રૂપિયાની વચ્ચે છે.

ડિઝાયર

નવી મારુતિ ડિઝાયર પર તમને 37 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જેમાં 10 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 25 હજારનું એક્સચેંજ બોનસ અને 2 હજાર રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. જ્યારે, તમે ડીઝાયર (પ્રિ-ફેસલિફ્ટ) ના જૂના મોડેલ પર 52 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જેના પર કેશ ડિસ્કાઉન્ટ 25 હજાર રૂપિયા છે, જ્યારે બાકીની ઓફર્સ ફક્ત નવા ડિઝાયર પર જ છે. નવા ડિઝાયરની કિંમત રૂપિયા 5.89 લાખથી 8.80 લાખ રૂપિયાની વચ્ચે છે.

વિટારા બ્રેઝા

એક્સચેન્જ બોનસ તરીકે ઉપલબ્ધ મારુતિની આ લોકપ્રિય એસયુવી પર તમને 20 હજાર રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. મારુતિ બ્રેઝાની કિંમત 7.34 લાખ રૂપિયાથી 11.15 લાખ રૂપિયાની વચ્ચે છે.

ડીલરશીપ પર સંપર્ક કરી શકો છો

મારુતિ સુઝુકીની કારો પરની આ ઓફર્સ શહેર, ડીલરશીપ, કારના વેરિઅન્ટ અને રંગને આધારે બદલાઈ શકે છે. જુલાઈમાં તમને કઈ મારુતિની કાર ઉપર સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે તે માહિતી માટે તમારે કંપનીની ડીલરશીપનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે અહીં આપવામાં આવેલી કારની કિંમત દિલ્હીના એક્સ શોરૂમની છે.

READ ALSO

Related posts

પીએમ કિસાન સન્માન નિધિ/ નવા રજીસ્ટ્રેશન માટે બદલાયા નિયમો, હવે રેશનકાર્ડ વગર નહિ થાય આ કામ

Binas Saiyed

કતારમાં પ્રેમ કરવું ગુનો, મળશે 7 વર્ષની સજા; જાણો શા માટે જારી કરાયા આવા વિચિત્ર નિયમો

Damini Patel

9 વર્ષ રાહ જોયા બાદ પહેલી સોલો ફિલ્મનો મળ્યો ચાન્સ, 2013ના ડેબ્યુ બાદ બીજી ફિલ્મ માટે વાણીએ 3 વર્ષ રાહ જોવી પડી

Hemal Vegda
GSTV