GSTV
Home » News » કાર લેવાનું વિચારી રહ્યા છો તો જલ્દી કરો, નવા વર્ષથી મોંઘી થઈ જશે મારૂતિની કાર

કાર લેવાનું વિચારી રહ્યા છો તો જલ્દી કરો, નવા વર્ષથી મોંઘી થઈ જશે મારૂતિની કાર

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ જાન્યુઆરી 2020થી પોતાની કારોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યુ છેકે, પાછલાં એક વર્ષમાં કાચા માલની કિંમતમાં વધારો થવાને કારણે કંપનીએ કારની કિંમતમાં વધારો કરવા માટે મજબૂર છે. જોકે, કંપનીએ હજી સુધીએ વાતનો ખુલાસો કર્યો નથીકે, કિંમતોમાં કેટલો નફો થશે. સ્ટોક એક્સચેન્જ એનએસઈ અને બીએસઈને આપેલી જાણકારીમા મારૂતિએ કહ્યુ છેકે, અલગ અલગ મોડલની કિંમતોમાં અલગઅલગ કિંમતનો વધારો કરવામાં આવશે.

શું કહ્યુ કંપનીએ

કંપનીએ કહ્યુ, કાચા માલની કિંમતમાં વધારો થવાને કારણે એક વર્ષમાં કંપનીનાં વાહનોની પડતર કિંમતમાં ઘણો વધારો થયો છે. એટલા માટે હવે કંપની માટે મજબૂરી થઈ ગઈ છેકે, તે વધારાનાં ખર્ચનો અમુક હિસ્સો જાન્યુઆરી 2020 સુધી અલગ અલગ મોડલોની કિંમતોમાં વધારો ગ્રાહકોની ઉપર નાંખે, આ કિંમત અલગ અલગ મોડલમાં અલગ અલગ રહેશે.

વેચાણમાં ઘટાડાથી વધી મુશ્કેલી

ઉલ્લેખનીય છેકે, વેચાણમાં ઘટાડાને કારણે ભારતીય ઓટો સેક્ટર છેલ્લાં એક વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે. પાછલાં ઘણા મહિનાઓથી મારૂતિનાં વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ફેસ્ટિવ સીઝનને કારણે ઓક્ટોબરમાં વેચાણમાં 2.3 ટકાનો વધારો દેખાયો હતો. પરંતુ નવેમ્બરમાં ફરી તેનાં વેચાણામાં 3.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એટલું જ નહી, ટાટા મોટર્સ, હોન્ડા કાર્સ, આયશર મોટર્સ, મહિન્દ્રા જેવી અન્ય પ્રમુખ કંપનીઓના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો હતો.

શું છે ઈન્ડસ્ટ્રીની હાલત

ઓટો ઈન્ડસ્ટ્રીનાં જાણકારોનું કહેવું છેકે, હાલમાં વેચાણમાં સુધારાની આશા ઓછી છે. કારણકે,એપ્રિલમાં બીએસ-6 માનકનું પાલન કરવાની ડેડલાઈન છે. આવતા વર્ષે 1 એપ્રિલ બાદ બીએસ 4 મોડલની કોઈ ગાડી વેચાઈ શકશે નહી. નવા ઉત્સર્જન માનાંકના પાલનને કારણે ઓટો કંપનીઓની ખર્ચા ઘણા વધી ગયા છે.

મારૂતિએ નવેમ્બરમાં 1,50,630 વાહનો વેચ્યા હતા, જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં મારુતિએ 1,53,539 વાહનો વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કંપનીના સ્થાનિક વેચાણમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે.

અગાઉ, તહેવારોની સીઝનમાં ઘણા મહિનાઓથી મંદીનો સામનો કરી રહેલા ઓટો ક્ષેત્ર માટે થોડી રાહત મળી હતી. નવરાત્રીથી ધનતેરસ સુધી વાહનોના વેચાણમાં સારો વધારો જોવા મળ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓટો સેક્ટરમાં તેજી આગળ પણ ચાલુ રહેશે, પરંતુ તે થઈ શક્યું નહીં. પેસેન્જર વાહનો, એટલે કે યાત્રી વાહનોનું વેચાણ, ઓક્ટોબરમાં 0.28 ટકા વધીને 2,85,027 વાહનો પર પહોંચ્યું છે.

READ ALSO

Related posts

કસ્તૂરીની કિંમતોમાં થયો 40% સુધી ઘટાડો, મુંબઈમાં સડી રહી છે 7 હજાર ટન વિદેશી ડુંગળી

Mansi Patel

OMG : પહાડ પર લટકી રહી હતી મહિલા, હેલિકોપ્ટરથી એક હિરો આવ્યો અને ઉઠાવીને લઇ ગયો

pratik shah

પત્રકાર સાથે અભદ્ર વર્તન કરવું કુણાલ કામરાને ભારે પડ્યું, ફ્લાઇટ બૅન બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!