GSTV

આ છે ભારતની શ્રેષ્ઠ ફેમિલી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે દમદાર એન્જિન

Last Updated on January 4, 2021 by Mansi Patel

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં લોકો ફરવા માટે ક્યાંકને ક્યાંક જતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરે છે. હાલ દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. એવામાં પોતાની કારમાં ફરવા જવું સારું રહે છે. જો તમારું પરિવાર નાનું છે અને તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે માર્કેટમાં અનેક કાર ઉપલબ્ધ છે. જે તમારા બજેટમાં છે. ત્યારે આ કાર પર નજર કરીએ.

maruti suzuki alto

Alto ભારતની સૌથી પોપ્યુલર કાર માંની એક છે. દિલ્હીમાં એક્સ-શો રૂમ આ કારની કિંમત 2.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર માત્ર 800cc એન્જિનમાં ઉપલબ્ધ છે. આ કારમાં 0.8L (BS6) એન્જિન લાગેલ છે. તેમજ આ કાર 35.6 KWની પાવર અને 69Nmનું ટોર્ક, આ એન્જિન 5 સ્પીડ મૈન્યુએલ ગિયરબોક્સ લેસ છે. તેમજ આ કાર 1 લીટરમાં 20.71kmplની માઈલેજ આપે છે. આ કારના ફિચરની વાત કરીએ તો Altoમાં સ્માર્ટપ્લે સ્ટૂડિયો (17.8 સેમી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ) છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. આ ઉપરાંત કારમાં ડ્યુઅલ ફ્રંટ ઈયરબગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સીસ્ટમ (ABS)ની સાથે EBD, રિવર્સ પાર્કિંગ સેંસર, સ્પીડ એલર્ટ સીસ્ટમ અને સીટ બેલ્ટ રિમાંડર જેવા સેફ્ટી ફિચર્સ પણ છે. આ કારમાં 4 લોકો આરામથી બેસી શકે છે.

Renault Kwid

Renault Kwid પોતાની સપોર્ટી ડિઝાઈન અને વધુ સ્પેસને કારણે ઘણી પસંદ કરવામાં આવે છે. દિલ્હીમાં એક્સ-શો રૂમમાં આ કારની કિંમત 2.95 લાખ રૂપિયા છે. હાલમાં જ કંપનીએ આ કારને નવી ડિઝાઈન સાથે માર્કેટમાં ઉતારી છે. Kwidનું કેબિન ફ્રેશ અને સારું લાગે છે. જેમાં ઘણા સારા ફિચર્સ છે. એન્જિનની વાત કરવામાં આવે તો આ કારમાં 0.8L (BS6)નું એન્જિલ લાગેલ છે જે 54 kwનું પાવર અને 72 Nmનું ટોર્ક આપે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ લેસ છે. 1 લીટરમાં આ કાર 25 kmplની માઈલેજ આપે છે. Kwidમાં સેફ્ટી માટે ઈયરબગ્સ, એન્ટી લોક બ્રેકિંગ સીસ્ટમ + EBD, રિયલ પાર્કિંગ સેંસર, સીટ બેલ્ટ રિમાઈન્ડર અને સ્પીડ એલર્ટ સીસ્ટમ જેવા ખાસ ફિચર્સ આપવામાં આવેલ છે.

Datsun Redi-GO

Datsun Redi-GO પોતાની સેગમેંટની સૌથી સ્ટાઈલિશ કાર છે. આ કંપનીએ ગતવર્ષ આના ફેસલિફ્ટ મોટલને ભારતમાં લોન્ચ કરી હતી. એન્જિનની વાત કરીએ તો આ કારમાં 1.2L પેટ્રોલ એેન્જિન આપવામાં આવી છે. જે 75.94 HPની પાવર અને 104 Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત 2.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Maruti Suzuki Celerio

મારુતી સુઝુકી સીલેરિયો પણ કંપનીની લોકપ્રિય કારમાંની એક છે. આ કારમાં 998 ccનું BS6 કમ્પ્લાયંટ એન્જિન આપવામાં આવ્યું છે. જે 6000 Rpm પર 50 kwની પાવર અને 3500Rpm પર 90Nmનું ટોર્ક જનરેટ કરે છે. સિલેરિયોની લંબાઈ 3695mm, પહોળાઈ 1600mm, ઉંચાઈ, 1560mm, વ્હીલબેઝ 2425mm, વજન 1250 કિલો અને 35 લીટરની ક્ષમતા વાળા ફ્યૂએલ ટેંક આપવામાં આવેલ છે. જો તમારું નાનું પરિવાર છે તો આ કાર તમારા માટે પરફેક્ટ છે. દિલ્હી એક્સ-શો રૂમમાં આ કારની કિંમત 4.31 લાખ રૂપિયા છે.

Maruti suzuki S-Presso

આ મારુતિની સારી કાર છે. આ કારની ડિઝાઈન લોકોને લોભાવનારી છે. જેમાં સ્પેસ પણ સારી છે. S-Presso માં BS6 કમ્પ્લાયંટ 1.0-લીટર પેટ્રોલએન્જિન લાગેલ છે. જે 67b hpની પાવર અને 90Nmનું ટોર્ક આપે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનું ઓપ્શન પણ આવે છે.કંપનીએ આને હોર્ટેક્સ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ કારમાં ઈયરબગ, રિવર્સ પાર્કિંગ સેંસર, એન્ટી લોક બ્રેકિંગ સીસ્ટમની સાથે EBD, સીટ બેલ્ટરિમાઈન્ડર અને સ્પીડ એલર્ટ સીસ્ટમ જેવા ફિચર્સ જોવા મળે છે. S-Pressoની કિંમત 3.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

READ ALSO

Related posts

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

કેરળની પરિસ્થિતિ અત્યંત ગંભીર: સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, તંત્રની ચિંતામાં થયો વધારો

pratik shah

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!