દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) તેની કેટલીક કારના પસંદગીના મોડલો પર ભારે છૂટ આપી રહી છે. મારુતિ સુઝુકીને તેની લોકપ્રિય મોડલ્સ અલ્ટો, એસ-પ્રેસો, સેલેરિયો, વેગન-આર, સ્વીફ્ટ, ડિઝાયર, બ્રેઝઝા, ઇકો ( Eeco) અને એર્ટિગા પર રૂપિયા 44,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીની આ ઑફર ફક્ત 31 જાન્યુઆરી, 2021 સુધી જ છે. ત્યાર બાદ મારુતિ-સુઝુકી કારની કિંમતમાં વધારો થવા જઇ રહ્યો છે. ત્યારે જલ્દી કરો અને પહોંચી જાઓ કાર પર મળતી ડિસ્કાઉન્ટ ઑફરનો લાભ લેવાં.

કઇ કાર પર કેટલી ઑફર્સ?
મારુતિ સુઝુકીની સૌથી સસ્તી અને લોકપ્રિય કાર અલ્ટો પર રૂપિયા 34,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં 15,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રૂ. 4,000 નું કોર્પોરેટ બોનસ પણ ઉપલબ્ધ છે. મારુતિ સુઝુકી એસ-પ્રેસો પર કુલ રૂ. 44,000 સુધીની છૂટ આપવામાં આવી રહી છે. તેમાં 20,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. આ સિવાય રૂ. 4,000 સુધીનું કોર્પોરેટ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકી ડિઝાયર અને વેગન આર
કંપની તેની લોકપ્રિય કાર ડીઝાયર (Dzire) પર રૂપિયા 32,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 8,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. આ સાથે જ રૂપિયા 4000નું કોર્પોરેટ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. તે જ સમયે, વેગન આર પર 39,502 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં 8,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રૂ.4,000 નું કોર્પોરેટ બોનસ આપવામાં આવી રહ્યું છે.

મારુતિ સુઝુકી સેલેરિયો, સ્વીફ્ટ અને અર્ટીગા
કંપની સેલેરિયો (Celerio) પર 44,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં 20,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ રૂપિયા 4000નું કોર્પોરેટ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. મારુતિના સ્વિફ્ટ મોડેલ પર 34,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ સાથે 4,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ મળી રહ્યું છે. મારુતિ સુઝુકી અર્ટિગા પર રૂપિયા 4,000નું કોર્પોરેટ બોનસ પણ મળી રહ્યું છે.

વિટારા બ્રેઝા અને ઇકો
મારૂતિ સુઝુકી વિટારા બ્રેઝા પર કંપની 34,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય 4000 રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ પણ મળી રહ્યું છે. મારુતિ સુઝુકી ઇકો પર પણ 34,000 રૂપિયાની છૂટ મળી રહી છે. તેમાં 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રૂ. 4,000 સુધીના કોર્પોરેટ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે.
READ ALSO :
- દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ
- અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ
- બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી
- બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ
- ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરી ‘પ્રગતિના પંથે’, વિધાનસભામાં જાહેર કરાયા ચોંકાવનારા આંકડા