GSTV

આ ફેસ્ટિવ સીઝન Maruti આપી રહી છે મોટી ભેટ, આટલા હજાર સુધી સસ્તી થઈ કાર્સ

Last Updated on September 25, 2019 by pratik shah

દેશની સૌથી મોટી ઓટો મેકર કંપની મારૂતિ સુઝુકીએ પોતાની 10 મોડલની કારોની કિંમતોમાં 5000 રૂપિયા સુધીના ઘટાડાનું એલાન કર્યું છે. મારૂતિએ જે કારની કિંમત ઘટાડી છે તેમાં અલ્ટો 800, અલ્ટો કે 10, સ્વિફ્ટ ડીઝલ, સેલેરિયો, બલેનો ડીઝલ, ઈગનિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેઝા અને એસ ક્રોસના દરેક વેરિએન્ટનો સમાવેશ થાય છે. મારૂતિ સુઝુકી તરફથી શેર બજારને આપવામાં આવેલી જાણકારી અનુસાર આ કિંમત લાગુ કરી દીધી છે. કંપનીની આ છુટ ફેસ્ટિવ સીઝનની અન્ય ઓફર્સથી અલગ છે. તેનો મતલબ એ થયો કે ગ્રાહકોને મારૂતિ સુઝુકીની ફેસ્ટિવ સીઝનની ઓફર્સ અલગથી મળશે.

કોરપોરેટ ટેક્સ કપાત બાદ નિર્ણય

મારૂતિ સુઝુકીની તરફથી એમ કહેવમાં આવ્યું છે કે કોરપોરેટ ટેક્સમાં કપાતનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથઈ એન્ટ્રી લેવલના ગ્રાહકો માટે કાર ખરીદવાનું સરળ રહેશે. કંપનીને આશા છે કે તેના કારણે ફેસ્ટિવ સીઝનમાં સેન્ટીમેન્ટ સુધરશે અને માંગમાં તેજી આવશે.

ગયા શુક્રવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઘરેલુ કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સની છુટ આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે હવે આ કંપનીઓ પર વગર કોઈ છુટે ઈનકમ ટેક્સ 22 ટકા લાગશે. ત્યાં જ તેમાં સરચાર્જ અને સેસ જોડ્યા બાદ કંપનીને 25.17 ટકા ટેક્સ આપવાનો રહેશે. તેનો ફાયદો દેશની એ કંપનીઓને મળશે જે 30 ટકાના કોરપોરેટ ટેક્સ સ્લેબમાં આવે છે.

Read Also

Related posts

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana

15 વર્ષીય છોકરી કારમાં બનાવી રહી હતી સંબંધ/ અચાનક છોકરીને એવું તે શું થયું કે થઈ ગયું મોત, ગુપ્ત ભાગમાં હતું લોહી

Harshad Patel

કામની વાત/ મુશ્કેલીના સમયમાં PPF એકાઉન્ટ પર આ રીતે લઇ શકો છો લોન, વ્યાજ પણ છે ઓછુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!