Maruti Suzuki Celerioનું પેટ્રોલ વેરિએન્ટ આશરે 26.68 કિલોમીટર પ્રતિલીટર સુધીની માઇલેજ આપે છે. સાથે જ તેનું સીએનજી વેરિએન્ટ 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઇલેજ આપે છે. આ કારમાં 313 લીટરની ક્ષમતાનો લગેજ સ્પેસ મળે છે, જે પાછલા મોડેલની સરખામણીમાં 40 ટકા વધુ છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગત વર્ષે ફેસ્ટિવ સીઝનના અવસરે પોતાની ફેમસ હેચબેક કાર Maruti Celerio લોન્ચ કરી હતી. આ નાની કારને કંપનીએ પેટ્રોલ અને કંપની ફિટેડ CNG કિટ સાથે લોન્ચ કરી હતી. માર્કેટમાં આવતા જ આ નાની કારે શાનદાર પ્રદર્શન શરૂ કર્યુ છે. ગત ફેબ્રુઆરી મહિનામાં આ હેચબેક કારને આશરે 9 હજારથી વધુ ગ્રાહક મળ્યા છે. ઓછી કિંમત, ઉમદા ફીચર્સ અને શાનદાર માઇલેજના પગલે આ કાર લાંબા સમયથી માર્કેટમાં લોકપ્રિય રહી છે.

વેચાણના આંકડાની વાત કરીએ તો, કંપનીએ ગયા ફેબ્રુઆરીમાં સેલેરિયોના કુલ 9,896 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષના જૂના મોડલના વેચાણ કરતાં 59.25 ટકા વધુ છે. ગયા વર્ષે કંપનીએ તેના જૂના મોડલના કુલ 6,214 યુનિટ વેચ્યા હતા. હવે કંપનીએ તેનું ફેસલિફ્ટ મોડલ નવા ફીચર્સ, અપડેટ્સ અને નવી ટેક્નોલોજી સાથે લોન્ચ કર્યું છે.
લોકોને આ કાર કેમ પસંદ આવી રહી છે:
નવી મારુતિ સેલેરિયોને કંપનીના ફીફ્થ જનરેશન હાર્ટટેક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે એબીએસ અને બ્રેક આસિસ્ટ, સેગમેન્ટ-ફર્સ્ટ હિલ-હોલ્ડ આસિસ્ટ વગેરે સહિતના ઘણા મોટા સેફ્ટી ફીચર્સ ધરાવે છે. આ કારને કુલ 6 કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમાં બે નવા કલર્સ- ફાયર રેડ અને સ્પીડી બ્લુનો સમાવેશ થાય છે. અન્ય કલર્સમાં તમને સિલ્કી સિલ્વર, ગ્લિસ્ટરિંગ ગ્રે, આર્કટિક વ્હાઇટ અને કેફીન બ્રાઉન મળે છે.

કંપની આ કારમાં 1.2-લિટર ક્ષમતાના K12N પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી રહી છે જે DualJet, Dual VVT ટેક્નોલોજીથી સજ્જ છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે અને 65hp પાવર અને 89Nm ટોર્ક જનરેટ કરે છે. નવા K-Series પેટ્રોલ એન્જિન અને સુધારેલી ટેક્નોલોજીથી સજ્જ આ કાર લગભગ 26.68 kmplની માઈલેજ આપે છે. તે જ સમયે, તેનું CNG વેરિઅન્ટ 35.60 km/kg સુધીની માઈલેજ આપે છે. કારને 313 લિટર લગેજ સ્પેસ મળે છે, જે અગાઉના મોડલ કરતાં 40% વધુ છે.
કારના એક્સટિરિયરમાં હોરીઝોન્ટલ ક્રોમ સ્લેટ અને મધ્યમાં સુઝુકી બેજ (લોગો) સાથે નવો ગ્રિલ સેક્શન છે. હનીકોમ્બ ઇન્સર્ટ, બલ્બસ હેડલેમ્પ ક્લસ્ટર સાથેનું નવું બોનેટ સ્ટ્રક્ચર આ કારના આગળના ભાગમાં વધુ સારો લુક આપે છે. મોટી સાઈઝને કારણે કારની અંદર કેબિનમાં સારી સ્પેસ પણ ઉપલબ્ધ છે.
Read Also
- BBL 2023 : મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોચર્સ વચ્ચેની મેચ ખરાબ પિચના કારણે રદ્દ, જુઓ VIDEO
- PAK vs AUS : પાકિસ્તાનની ટીમ ડૉક્ટર વિના ઓસ્ટ્રેલિયા પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી
- AMRELI / લગ્નમાં દાદા-દાદીની ખોટ વર્તાતા યુવકે બંનેની પ્રતિમા બનાવડાવી, પ્રસંગમાં સાક્ષાત હાજર રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું
- બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન