GSTV
Home » News » મારૂતિ સુજુકીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, ગાડીઓની કિંમતમાં આટલા પ્રમાણમાં કર્યો વધારો

મારૂતિ સુજુકીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, ગાડીઓની કિંમતમાં આટલા પ્રમાણમાં કર્યો વધારો

મારૂતિ સુજુકી ઈન્ડિયાએ આજે પોતાના બધા જ મોડલ્સની કિંમતોમાં વધારો થયો હોવાની જાહેરાત કરી છે. જો કે, અલગ-અલગ મોડલ પર 0 થી 4.7 ટકાની વચ્ચે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ ડિસેમ્બરમાં જ ઇનપુટ કાસ્ટમાં વધારો થવાના કારણે કારની કિંમતોમાં વધારો કર્યો છે. જો કે, ત્યારે કંપનીએ ખુલાસો કર્યો ન હતો કે, કિંમતમાં કેટલા પ્રમાણમાં વધારો થશે. મારૂતિ સુજુકીની આ કિંમત દેશભરમાં 27 જાન્યુઆરી 2020થી અમલમાં આવી જશે.

સેલ્ટોલની વધી કિંમત

મારૂતિ સુજુકી પહેલા કિઆ મોટર્સે પણ પોતાની પોપ્યુલર સેલ્ટોલ SUVની કિંમતમાં 35 હજાર રૂપીયાના વધારો થવાની જાહેરાત કરી હતી. કિઆ સેલ્ટોલની નવી કિંમત 1 જાન્યુઆરી 2020થી દેશભરમાં અમલમાં આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ વધેલ ભાવવધારો 31 ડિસેમ્બર બાદ ડિલિવરી થનાર બધા જ સેલ્ટોલ પર લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે, મારૂતિ સિવાય BMW, Hundai, tata motors, Honda, Reno, Nisan અને Toyota જેવી પ્રમુખ કાર નિર્માતા કંપનીઓએ પણ હાલમાં આ કરાણથી જ પોતાની ગાડીઓની કિંમતોમાં પણ વધારાની જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

Pravin Makwana

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari

મનસેની પુનામાં ખુલ્લેઆમ દાદાગીરી, ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ઉઘરાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!