GSTV
Gujarat Government Advertisement

ખરીદ્યા વિના ચલાવો નવી-નવી કાર, માર્કેટમાં આવી છે આ જબરદસ્ત ઑફર

કાર

Last Updated on July 3, 2020 by Bansari

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ (Maruti Suzuki India) પોતાની કારોને લીઝ પર આપવાની સર્વિસ શરૂ કરી દીધી છે. કંપનીએ તેને ‘મારુતિ સુઝુકી સબ્સ્ક્રાઇબ’ બ્રાન્ડ નામે લૉન્ચ કરી છે. સામાન્ય રીતે લીઝ પર વાહન આપવાની સર્વિસમાં કાર કંપની એક નિશ્વિત સમય માટે ગ્રાહકને તેના પર્સનલ ઉપયોગ માટે શરતોને આધિન વાહન ઉપલબ્ધ કરાવે છે. તેના માટે ગ્રાહકે કારની પૂરી કિંમત આપીને તેને ખરીદવાની નથી હોતી. ગ્રાહકે ફક્ત પોતાના ઉપયોગના સમયગાળા માટે કારનું ભાડુ ચુકવવાનું હોય છે. કાર પર અંતિમ માલિકી હક પણ કંપનીનો રહે છે.

maruti

મારુતિએ એક નિવેદનમાં જણાવ્યું કે શરૂઆતમાં પાયલટ પ્રોજેક્ટના આધારે તેણે ગુરુગ્રામ અને બેંગલોરમાં આ સેવાની શરૂઆત કરી છે. તેના અંતર્ગત હાલ કંપની સ્વિફ્ટ, ડિઝાયર, વિટારા બ્રેઝા અને અર્ટિગાને મારુતિ સુઝુકી એરેનાના માધ્યમથી તથા બલેનો, સિયાઝ અને XL6ને નેક્સાના માધ્યમથી ભાડે ઉપલબ્ધ કરાવશે. આ સેવા માટે તેણે ઓરિક્સ ઑટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ લિમિટેડ સાથે કરાર કર્યો છે. આ જાપાનની ઓરિક્સ કોર્પોરેશનની સહાયક કંપની છે જે ભારતમાં આ સેવાનું સંચાલન કરશે.

વેચાણ

હ્યુન્ડાઇ, એમજી મોટર અને ફૉક્સવેગન પણ આપે છે આ સુવિધા

કોવિડ-19 સંકટ દરમિયાન કારોનુ વેચાણ વધારવા અને ગ્રાહકોને વધુમાં વધુ આકર્ષિત કરવા માટે વાહન કંપીઓ નવી નવી ઑફર્સ લાવી રહી છે. ગત વર્ષે મારુતિની હરિફ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પણ આ પ્રકારની સેવા શરૂ કરી હતી. તેનાથી શરૂઆતમાં 6 શહેરોમાં સેલ્ફ ડ્રાઇવ કાર શેરિંગ કંપની રેવ સાથે પાર્ટનરશિપમાં શરૂ કરવામાં આવી હતી. આ રીતે એમજી મોટર પણ માયલ્સ સાથે મળીને પોતાની કાર ભાડે ઉપલબ્ધ કરાવી રહી છે. જર્મનીની કાર કંપની ફોક્સવેગને પણ આ વર્ષે મેમાં પોતાની તમામ બીએસ-6 કારોને લીઝ પર ઉપલબ્ધ કરાવાની યોજના શરૂ કરી છે. તેના અંતર્ગત ગ્રાહક લઘુત્તમ બેથી ચાર વર્ષ માટે કાર લીઝ પર લઇ શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!