GSTV

કોરોનાકાળમાં Marutiઆપી રહી છે ધરખમ ડિસ્કાઉન્ટ, તમારી પસંદીદા આ કાર મળશે એકદમ સસ્તી

મારૂતિ

Last Updated on July 24, 2020 by

કોરોના મહામારીના કારણે દેશભરમાં બિઝનેસની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. વાહનોના વેચાણ પર પણ આ ભયાવહ બીમારીની મોટી અસર જેવા મળીરહી છે. જોકે, છેલ્લા કેટલાક મહીનાઓથી લોકડાઉનમાં મળેલી છૂટ બાદ બિઝનેસ ફરીથી પાટા પર આવી રહ્યો છે, પરંતુ હજુ પણ સ્થિતિ પૂર્ણ રીતે સુધરી નથી. એવામાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki આ જુલાઈ મહીનામાં પોતાના પ્રીમિયમ Nexa ડીલરશીપના કેટલાક મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે, તો આવો જાણીએ કઈ કાર પર થશે કેટલી બચત…

Maruti Suzuki lgnis

આ કારની ખરીદી પર કંપની 20 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર અલ્ફા, ડેલ્ટા અને સિગ્મા વેરિએન્ટ્સ પર આપવામાં આવી રહ્યુ છે. આ તરફ મિડ સેગ્મેંટના જેટા વેરિએન્ટ પર ગ્રાહકોને 10 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છએ. તે સિવાય અલગ-અલગ વેરિએન્ટ્સ પર કંપની 10 હજારથી લઈને 15 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ બોનસ પણ આપી રહી છ. કોર્પોરેટ કંપનીમાં લિસ્ટેડ કસ્ટમર્સને 5 હજાર રૂપિયાનું અતિરિક્ત ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યુ છએ. આ કારમાં કંપનીને 1.2 લીટરની ક્ષમતાનો એન્જીન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જે 83hp ની પાવર અને 113 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

Maruti Suzuki Baleno

કંપનીની પ્રીમિયમ હેચબેક કાર બલેનોની ખરીદી પર ગ્રાહક ભારેખમ બચત કરી શકે છે. કંપની તેના ડેલ્ટા, અલ્ફા અને જેટા વેરિએન્ટ્સ પર 10 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે. આ તરફ સિગ્માં વેરિએન્ટની ખરીદી પર પૂર્ણ 15 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. આ કારની સાથે કંપની 15 હજાર રૂપિયાનુ એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનુ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

Maruti Suzuki Ciaz

મારુતિની પ્રીમિયમ સિડાન કાર સિયાજની ખરીદી પર પણ ગ્રાહક ભારે છૂટનો લાભ ઉઠાવી શકે છે. તેના ડેલ્ટા, સિગ્મા અને જેટા વેરિએન્ટ પર 10 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ અને અલ્ફા વેરિએન્ટ પર 20 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. તે સિવાય આ કાર પર 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ કંપની આપી રહી છે. આ કાર પર કંપનીએ કોઈપણ એક્સચેન્જ ઓફર સામેલ કરી નથી. આ કારમાં કંપનીએ 1.5 લીટરની ક્ષમતાનુ એન્જીન પ્રયોગ કર્યો છે. જે કે, 104hp ની પાવર અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Related posts

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!