GSTV
Home » News » જબરદસ્ત ફિચર્સ સાથે Marutiએ લૉન્ચ કરી નવી Alto 800, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

જબરદસ્ત ફિચર્સ સાથે Marutiએ લૉન્ચ કરી નવી Alto 800, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Maruti Wagon R

મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ પ્રથમ લેવલની અલ્ટો 800નું નવું મોડલ લોન્ચ કર્યું છે. આ નવી અલ્ટો 800 ત્રણ મોડલમાં જોવા મળશે. કિંમતની વાત કરીએ તો અલ્ટો 800ની ક્રમશઃ કિંમત 2.93 લાખ, 3.5 લાખ અને 3.75 લાખ રૂપિયા છે. અલ્ટો 800 દેશની પ્રથમ BS-6વાળી કાર છે જે પાવરફુલ એન્જિન અને હાઈ ફ્યૂલ એફેસિઅન ધરાવે છે. આ કાર પ્રતિ લીટર 22.05 કિ.મી. એવરેજે દોડશે.

મારૂતિ-800 મોડલમાં કરવામાં આવેલા ફેરફાર

આ કાર હવે BS-6 એમીશન નોર્મ્સની સાથે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં જોવા મળશે. સાથે જ વધારાના સુરક્ષાને લગતા ફિચર્સ અને નવી ડિઝાઈન પણ જોવા મળશે, જેના કારણે કંપનીએ કારના ભાવમાં લગભગ 30 હજાર રૂપિયાનો વધારો કર્યો છે.

અલ્ટોનું અત્યાર સુધીનું વેચાણ 37 લાખ યુનિટ

મારૂતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) આરસી કલ્સીએ કહ્યું કે, આ કંપનીની બેસ્ટ સેલિંગ કાર મોડલ છે, જે વિતેલા 15 વર્ષથી સતત ટોપ પર છે. મારૂતિ અલ્ટો વર્ષ 2000માં લોન્ચ કરવામાં આવી હતી, જેનું અત્યાર સુધીનું વિચાણ 3.7 મિલિયન યુનિટ એટલે કે લગભગ 37 લાખ યુનિટ પર પહોંચી ગયું છે. લગભગ 58% અલ્ટો ગ્રાહકોએ મારૂતિ અલ્ટોને તેમની પ્રથમ કાર તરીકે પસંદગી કરી છે.

અલ્ટો 800માં નવા સેફ્ટી ફીચર્સ

આ કારના નવા મોડલમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને ઈલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (EBD)ની સાથે અન્ય સેફ્ટી સ્ટાન્ડર્ડ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આ કારમાં રિવર્સ પાર્કિંગ સેન્સર, ડ્રાઈવર એરબેગ, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને ડ્રાઈવર અને કો-ડ્રાઈવર માટે સીટ બેલ્ટ રિમાઈન્ડર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ આ ઉપરાંત ક્રેશ અને પેડેસ્ટ્રિયન સેફ્ટી રેગ્યુલેશનનું પણ ધ્યાન રાખ્યું છે.

બલેનોમાં કરવામાં આવ્યા ફેરફાર

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં Alto K10માં સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા હતા. જેને કારણે Alto K10ની કિંમત 23 હજાર રૂપિયા સુધી વધી ગઈ હતી, તો સોમવારે કંપનીએ પ્રીમિયમ હેડબેક બલેનોને BS-6 પેટ્રોલ એન્જિન ઓપ્શનની સાથએ લોન્ચ કરી હતી.

Read Also

Related posts

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

Riyaz Parmar

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!