GSTV
Home » News » કાર ખરીદવા વાળાઓ માટે ખુશખબર, મારુતિના ભાવ નહિ વધે

કાર ખરીદવા વાળાઓ માટે ખુશખબર, મારુતિના ભાવ નહિ વધે

ગયા નાણાકીય વર્ષ દરમિયાન સ્ટીલ, એલ્યુમિનિયમ અને કેટલાક અન્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થયો હતો. ભાવમાં વધારો થયો હોવા છતાં દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી હાલમાં જ તેના મોટર વાહનની કિંમતમાં વધારો કરશે  નહીં.

મારુતિના અધ્યક્ષ આરસી ભાર્ગવે  શુક્રવારે 2017-18ના નાણાકીય લેવડ-દેવડ વિષે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન  સ્ટીલ, એલ્યુમિનિયમ અને કેટલાક અન્ય ઇનપુટમાં ભાવવધારો થતા  કંપનીને આશરે 700 કરોડનો ભાર પડ્યો છે. પરંતુ હાલમાં કંપનીએ પોતાની કારોના ભાવમાં વધારો કર્યો નથી.  જ્યાં સુધી આ માર સહન થશે ત્યાં સુધી કરીશું ત્યાર બાદ ભાવ વધારાને મામલે વિચાર કરીશું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ગ્રામ્ય બજારમાં કંપનીની પકડ મજબૂત બની છે. છેલ્લાં વર્ષોમાં ગ્રામ્ય બજારની ભાગીદારીમાં 36 ટકાનો વધારો થયો છે, જે એક વર્ષ પહેલાંની તુલનામાં બે ટકા વધુ છે. કંપનીએ છ લાખથી વધુ કાર ગ્રામીણ એરિયાના વહેંચી છે. આ કારોનું ગ્રામીણ બજાર 15 ટકા વધ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2017-18 દરમિયાન કંપનીએ 17,79,574 કાર વેચી, જે 13.4 ટકાવૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષ દરમિયાન  કંપનીનું વેચાણ 78,104 કરોડ રૂપિયા રહ્યું છે. જે એક વર્ષની સરખામણીમાં 16.7 ટકા વધારે છે. આ દરમિયાન કંપનીનો સંચાલન નફો 9,303 કરોડ રૂપિયા, જ્યારે ચોખ્ખા નફા 7,722 કરોડ રૂપિયા હતો.

Related posts

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો બીજો ઝટકો, આ ડિપોઝીટના વ્યાજ પર ફેરવી કાતર

Bansari

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ભારતની દુકાન વેંચી રહ્યા છે સામાન, કારણ જાણી ખુશ થઈ જશો

Ankita Trada

GST કલેક્શનનું લક્ષ્ય વધ્યુ, હવે બે મહિનામાં એકત્ર કરવા પડશે 2.40 લાખ કરોડ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!